Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[૧૦]
જૈનશાસ્ત્રોનાં યથાર્થ રહસ્યોને જાણ્યા વિના જ વ્યાખ્યાનની પાટ ઉપર બેસીને ઉન્માદને વશ થયેલા વ્યાખ્યાતાઓ જે ઉન્માર્ગની પ્રરૂપણું કરે છે, તે પણ આ અભિનિવેશને જ વિલાસ છે. એમ જણાવીને એનાથી બચવાને ઉત્તમ ઉપદેશ આવ્યો છે. (ગાથા-૩૯૨ થી ૪૦૭)
ત્યાર બાદ ત્રીજા વિરતિદ્વારનું વર્ણન કરતાં દેશવિરતિ અને સર્વવિરતિ એમ વિરતિના બે ભેદ દર્શાવીને દેશવિરતિમાં બાર વ્રતનું અને બાર વ્રતના અતિચારોનું વર્ણન કર્યું છે.
સર્વવિરતિનું વર્ણન કરતાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું વર્ણન કરીને મુનિજનોને પ્રમાદનો વિજય કરવાનો ઉપદેશ આપતાં કહ્યું છે કે– આ પ્રમાદ જ સંયમી આત્માઓને સંયમથી ભ્રષ્ટ કરનાર છે. અગ્યારમા ગુણસ્થાનકે પહોંચીને વિતરાગ દશાનો અનુભવ કરનારા આત્માઓને પણ આ પ્રમાદે જ પટક્યા છે.
વિનાશના આરે રહેલે આ પ્રમાદ પણ કષાયેના અવલંબનથી જ પુનર્જીવનને પ્રાપ્ત કરે છે માટે પ્રમાદને વિજય પ્રાપ્ત કરવા ઉદ્યત થયેલા મુનિએ આ કષાયને જીતવા જોઈએ. આ ક્રોધ, માન, માયા, લોભ તે પણ સંજવલન આદિ ચાર ચાર પ્રકારના છે આત્માને તેણે કેવું કેવું નુકસાન કર્યું છે ? આત્માના ભાવપ્રાણેને કેવી રીતે ગુંગળાવ્યા છે? ઈત્યાદિ વર્ણવીને તેઓ અંતિમ ઉપદેશ આપતાં જણાવે છે કે આ વિશ્વમાં જે કાંઈ પણ દુઃખ દેખાય છે તેનું મૂળ કષાયવૃદ્ધિ છે અને જે કાંઈપણ સુખ દેખાય છે તેનું મૂળ કષાય—હાનિ છે. આથી “કષાયોને મૂળમાંથી ખતમ કરી જીવમાત્ર પ્રત્યે મત્રીભાવ કેળવીને પાપકર્મથી વિરામ પામો. અને આ હિતોપદેશમાં સદાય રમણતા કરો” એવો ઉપદેશ આપી ગ્રંથકારશ્રીએ પિતાના ગુર્નાદિનું નામ આપવા પૂર્વક પિતાને નામોલ્લેખ કર્યો છે.
આ ગ્રંથરચનામાં દ્વાદશાંગીથી વિરૂદ્ધ તથા પૂર્વાચાર્યના આશયથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે તે માટે શ્રતધર પાસે ક્ષમા યાચી છે અને તે ભૂલ સુધારવા વિનંતિ કરી છે.
અંતમાં મેરૂપર્વતના શિખર ઉપરના જિનમંદિરે જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સુધી આ ગ્રંથ પણ વિજયવંત રહે તેમ જણાવીને પાંચસો પચ્ચીશ ગાથાની સંખ્યાવાળે આ ગ્રંથ સાંભળનારા, ભણનારા, સ્વાધ્યાય કરનારા અને ચિંતન કરનારા ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારે થાઓ. એવી શુભાભિલાષાને પ્રગટ કરીને આ ગ્રંથની સમાપ્તિ કરી છે.