Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ગજાવા અને ટીકાકારના શબ્દોમાં કહીએ તે જ્ઞાનસારના આસ્વાદની વૃદ્ધિ કરવાના ઈરાદાથી શ્રી દેવચંદ્રજીએ વિ. સં. ૧૯૬માં જ્ઞાનસારની જ્ઞાનમંજરી નામે ટીકાની રચના કરી છે. તેમાં તેમણે ભાષાથતત્વાર્થ, ધર્મસંગ્રહણી અને કમપ્રકૃતિ આદિ ગ્રન્થને આધાર લીધો છે. જ્ઞાનમંજરી ટીકામાં શ્રીદેવચંદ્રજીએ આત્મા પ્રમાદ દૂર કરી જાગૃત થાય અને આત્મજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ થાય તે માટે પ્રસંગે પ્રસંગે ઉપદેશની ધારા વરસાવી છે. જ્યારે ઉપાધ્યાયજી છેડા શબ્દમાં ભાષાર્થમાં જ્ઞાનસારના ભાવને વિશદ (સ્પષ્ટ) કરે છે ત્યારે દેવચંદ્રજી પ્રસંગને અનુકુલ શાસ્ત્રના ઉતારાઓ તથા સ્વત ઉપદેશ દ્વારા જ્ઞાનસારના ભાવને ઝીલવા આત્માને અભિમુખ કરે છે. ઉપાધ્યાયજીએ ભાષાર્થમાં જ્ઞાનસારના આશયને સ્પષ્ટ કરવા પૂરતી ઘેડા શબ્દમાં ટૂંકી અને ઉપયોગી નોંધ કરી છે, ત્યારે જ્ઞાનમંજરીમાં દેવચંદ્રજીએ જ્ઞાનસારના વિષયને લગતી અને પ્રાસંગિક એવી અનેક બાબતેનું લખાણથી વિવેચન કર્યું છે. જ્ઞાનમંજરીમાં પાંડિત્યને ચમત્કાર નથી, તે પણ તેમને ત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મને સીધે ઉપદેશ આત્માને સચોટ અને ઊંડી અસર કરે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થોની રચના કરનાર શ્રીદેવચંદ્રજી ખરતરગચ્છની શાખામાં થયેલા રાજસાગર ઉપાધ્યાયના શિષ્ય જ્ઞાનધમ પાઠકના શિષ્ય દીપચંદ્ર પાઠકના શિષ્ય હતા. તેમણે પોતાના ગુરુની પરંપરા જ્ઞાનમંજરીની પ્રશસ્તિમાં આપી છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃતભાષા કરતાં ગુજરાતી ભાષામાં ઘણા ગ્રન્થ રચ્યા છે. તેઓ આધ્યાત્મિક પુરુષ હતા, તેથી તેમના ગ્રન્થ વૈરાગ્ય