Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૧) પૂ. ડૉ. તરુલતાબાઈ સ્વામી, (૨) શ્રી પ્રવીણભાઈ શાહ, (૩) ડો. શેખરચંદ્ર જૈન, (૪) પ્રા.અરૂણભાઈ જોશી, (૫) ડૉ. જયંત મહેતા, (૬) કેતકીબેન શાહ, (૭) શ્રી પ્રકાશભાઈ શાહ, (૮) જવાહર શાહે વિવિધ વિષયો પર નિબંધ વાંચન કર્યું. આ પ્રથમ બેઠકમાં પૂ. ડૉ. તરુલતાજીમ.સ. જીએ શ્રીમરાજચંદ્ર, કવિ બનારસીદાસ અને અવધૂત આનંદઘનજી પર, સંક્ષેપમાં પણ અત્યંત ભાવવાહી શૈલીમાં વક્તવ્ય આપી સહને પ્રભાવિત કર્યા. પ્રથમ સત્રની બીજી બેઠક, પ્રેક્ષાધ્યાન”, મંગલયાત્રા', 'જીવદયા’ અને 'જન્મભૂમિ', જૈનજગત કોલમના સંપાદક શ્રી રશ્મિભાઈ ઝવેરીના અધ્યક્ષસ્થાને જપ અને ધ્યાનના સંદર્ભે ભિન્ન ભિન્ન જૈન સાધના પદ્ધતિ એ વિષય પર (૧) ડૉ. કોકિલાબેન શાહ, (૨) ડો. રેખાબેન વોરા, (૩)કું. બીનાબેન ગાંધી, (૪) શ્રી જિતેન્દ્ર કામદારે જુદા જુદા વિષયો પર નિબંધ રજૂ કર્યા. સમાપનમાં રશ્મિભાઈએ જૈન જપ અને જ્ઞાનસાધના પદ્ધતિના આચરણ દ્વારા કઈ રીતે અસાધ્ય રોગથી પોતે મુક્ત થયા તેના સ્વાનુભવની વાત જણાવી હતી.
બપોરના બીજા સત્રની પ્રથમ બેઠક જૈનાચાર અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે સમૂહમાધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ એ વિષય પર મુંબઈ યુનિવર્સિટી જૈનોલોજીના કોઓર્ડિનેટર ડૉ. બિપિન દોશીએ યુવાનો માટે જ્ઞાનસત્ર યોજવાની ભલામણ કરી હતી. આ વિષય પર (૧) ડૉ. ઉત્પલાબેન મોદી, (૨) શ્રી નલિનીબેન શાહ, (૩) ડૉ. રમણલાલ પારેખે નિબંધોનું વાંચન કર્યું.
બપોરના બીજા સત્રની બીજી બેઠકમહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી અને મુનિશ્રી સંતબાલજીના જીવન અને કૃતિના સંદર્ભે સર્વધર્મ સમભાવથી સર્વધર્મ ઉપાસના વિષય પર લોકસાહિત્યના મરમી આગમના અભ્યાસુ પ્રા. ડૉ. રસિકલાલ મહેતાએ સર્વધર્મ વિચાર અનુબંધના સંદર્ભે મુનિશ્રી સંતબાલજીના વિચારોની છણાવટ કરી હતી. ઉપરાંત આ વિષયમાં (૧) પ્રા.મલ્કચંદશાહ, (૨) ડૉ. નિરંજના વોરા, (૩) ડો. પૂનમબેન મહેતા, (૪) શ્રી સમીર શાહે નિબંધ વાંચન કર્યું.
જ્ઞાનધારા-૧)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E