Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનસત્રનો અહેવાલ કલ્પતરૂ અધ્યાત્મકેન્દ્રમાં જૈનસાહિત્ય જ્ઞાનસત્ર સંપન્ન
શાસનપ્રભાવક પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ. સા. તથા અધ્યાત્મયોગિની પૂ.લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી), પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી આદિ ઠાણાની પાવનનિશ્રામાં, મુંબઈની ત્રણ સંસ્થાઓ (૧) અખિલ ભારતીય જે.સ્થા.જૈન કોન્ફરન્સ, (૨) પૂ. પ્રાણગુરુ રીસર્ચ સેન્ટર, (૩) ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, મીયાગામકરજણ મુકામે તા.૧૦ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૦૪ ના દિવસે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર સરસ રીતે પૂર્ણ થયું. આ જ્ઞાનસત્રના સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાનો પુરૂષાર્થ ઉત્તમ રીતે સફળ થયો.
તા. ૧૦/૧/૨૦૦૪ ના રોજ પૂ. લલિતાબાઈ મ. સ. (પૂ. બાપજી) માંગલિકથી આ જ્ઞાનસત્રનો શુભારંભ થયો. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સાહેબે આર્શિવચન આપી, જ્ઞાનસત્રની સફળતા માટેની શુભભાવના વ્યક્ત કરી. પધારેલા વિદ્વાનો તથા આમંત્રિતોનું જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશીએ શ્રુતસાધનામાં પધારેલ સર્વ વિદ્વાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રની પૂર્વભૂમિકા અંતર્ગત પરિચયાત્મક વિગતો, સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ આપી અને વિદ્વાનોના સહકાર તથા ઉપસ્થિતિ બદલ આનંદ વ્યક્ત કર્યો.
પૂર્વાચાર્યો તથા જૈનકવિઓનું જૈન તત્ત્વજ્ઞાનમાં યોગદાન એ વિશેની બેઠકમાં અધ્યક્ષ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ ડો.બળવંત જાનીએ જૈન ગુર્જર કવિઓ અને પૂર્વાચાર્યોના ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ યોગદાનની માહિતી આપી, આ સર્જકોની ઉત્તમ કૃતિઓને અભ્યાસક્રમમાં સ્થાન મળે તે માટે આપણે સહિયારો પ્રયાસ કરવો જોઈએ, તેમ જણાવ્યું હતું. ઉપરાંત આ બેઠકમાં
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
જ્ઞાનધારા-૧૬