________________
0
0
0
0
0
0
awaz
0
0
0
નથી આપી શકયો. તો પણ પ્રયત્ન કર્યો છે કે પાઠની શુદ્ધિ જળવાય. મોટા-મોટા સમાસ પદો જેનું ઉચ્ચારણ દુહ હોય છે, તથા ઉચ્ચારણ કરતાં-કરતાં કેટલાક આગમપાઠીઓ પણ ઉચ્ચારણદોષથી છૂટી નથી શકતા. એવા દુરુહ પાઠોને સુગમરૂપમાં પ્રસ્તુત કરી નાના-નાના પદો બનાવી તેમની સામે જ તેનો અર્થ આપી તેનો અર્થબોધ સુગમ બનાવ્યો છે. જે સંસ્કરણોનો મૂળપાઠ લીધો છે. હિન્દી અનુવાદ પણ તેનો S જ લીધો છે છતાં પણ પોતાની સુજબુદ્ધિનો પ્રયોગ કર્યો છે. કેટલાંક સ્થાને ઉપયુક્ત સંશોધન પણ કર્યું
છે. ઉપર્યુક્ત ત્રણ સંસ્થાઓના સિવાય આગમોદય સમિતિ રતલામ અને સુત્તાગમ (પુfમ+q) ના પાઠો પણ ઉપયોગી નીવડયા છે. પૂજ્ય અમોલકઋષિજી મ., આચાર્ય શ્રી આત્મારામજી મ. અને આચાર્ય શ્રી ઘાસીલાલજી મ. દ્વારા સમ્પાદિત અનુદિત આગમોનો પણ યથાવશ્યક ઉપયોગ કર્યો છે.
હું ઉક્ત આગમોના સમ્પાદક વિદ્વાનો તથા શ્રદ્ધેય મુનિવરોનો આભારી છું. પ્રકાશન સંસ્થાઓ પણ ઉપકારક છે. તેમના સહયોગને કૃતજ્ઞ ભાવથી સ્વીકારવું મારું કર્તવ્ય છે.
૫, અમૃતલાલ મોહનલાલ ભોજક અમદાવાદવાળા જે કેટલાય આગમોના સમ્પાદક છે. એમને આ ગ્રંથનું પ્રાકૃત શીર્ષક તથા પં. શોભાચન્દજી ભારિલ બ્લાવર, ૫. મોહનલાલજી. મહેતા પૂના અને લક્ષ્મણભાઈ ભોજક વગેરેઓનો મૂળપાઠ સંશોધન અનુવાદ લેખન વગેરેમાં સહયોગ આપી કાર્ય સફળ કરાવયું તેથી તેમનો આભારી છું.
જૈન આગમ તથા સંસ્કૃત પ્રાકૃતભાષાના વિદ્વાન ડૉ. ધર્મચન્દજી જૈને દરેક વિષયનો આમુખ | લખવાની જહેમત ઉઠાવી તેને સુન્દર સ્વરુપ આપ્યું તેમનો સહયોગ પણ સ્મરણીય છે.
. સાગરમલજી જૈન એ પ્રસ્તાવના લખવાની સ્વીકૃતિ આપી અને ખૂબજ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવના આપી છે. તેમનો આભાર માનવો મારું કર્તવ્ય છે.
પાંડુલિપિ તૈયાર કરવામાં રાજેશ ભંડારી, શ્રી માંગીલાલજી શર્મા અને શ્રી સુનીલ મહેતાએ સારો સહયોગ આપ્યો છે. ગ્રંથની પાંડુલિપિ તૈયાર કર્યા પછી મુદ્રણ સબંધી કેટલીક અડચણો આવી.
આ મહત્ત્વપૂર્ણ વિશાળગ્રંથનું મુદ્રણ સુન્દર, શુદ્ધ અને અમારી દષ્ટિના અનુરૂપ હોય ત્યારે જ ઉપયોગી બને. એટલે આ કાર્ય માટે મુદ્રણ કલા વિશેષજ્ઞ જૈન સાહિત્યના વિદ્વાન શ્રીચંદજી સુરાના 'સરસ'નો સહયોગ મળ્યો. તેઓએ ન કેવળ મુદ્રણની નજરે બલ્કિ સમ્પાદનની નજરે પણ ગ્રંથનો ખૂબ જ ઉપયોગી, સુન્દર અને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
અનુયોગના વિશાળ કાર્યને સમ્પન્ન કરાવવામાં શ્રમણ સૂર્ય પ્રવર્તક શ્રી મરુધરકેસરીજી મ., સ્વ. યુવાચાર્ય શ્રી મધુકરમુનિજી મ. ની પ્રેરણા તથા આશીર્વાદ અને આચાર્ય પ્રવર શ્રી દેવેન્દ્રમુનિજી મ. તથા પ્રવર્તક શ્રી રુપચંદજી મ.ના સમય-સમય પર ઉપયોગી સુજાવ મળ્યો.
જ્યાં-જ્યાં પણ અનુયોગ સંપાદનના કાર્યમાં મુશ્કેલીઓ આવી ત્યારે-ત્યારે ધૈર્યપૂર્વક કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપવાવાળા શ્રી તારાચંદજી પ્રતાપજી, શ્રી વૃદ્ધિચંદજી મેઘરાજજી, શ્રી કુન્દનમલજી મૂલચંદજી, શ્રી હિમ્મતમલજી પ્રેમચંદજી, શ્રી કેશરીમલજી શેષમલજી ચોવટિયા વગેરે સાકરિયા પરિવાર (સાચ્છેરાવ) અને શ્રી ચમ્પાલાલજી ચોરડિયા મદનગંજ, શ્રી રમણિકભાઈ મોહનલાલ મહેતા-ધાનેરાને યાદ કરવા એ મારું કર્તવ્ય છે જેમના પ્રોત્સાહન થકી આ કાર્ય પૂર્ણ થયું.
આગમ અનુયોગ ટ્રસ્ટના ઉદારમના શ્રી બલદેવભાઈ, શ્રી હિમ્મતભાઈ, શ્રી નવનીતભાઈ, શ્રી વિજયરાજજી દ્વારા વગેરે ટ્રસ્ટીગણ તથા બીજા ધર્મપ્રેમી, જ્ઞાન-પ્રસારમાં રસ રાખનાર સદ્ગૃહસ્થોને જેઓએ પ્રત્યક્ષ-પરોક્ષ રુપે જે સહયોગ આપ્યો છે, હું તેમનો હાર્દિકભાવથી કૃતજ્ઞ છું. અને સાથે-સાથે અન્તરની કામના કરું છું કે જિનવાણીરુપી આ અમૃત પ્રવાહ જન-મનને આત્મિક તૃપ્તિ અને શાન્તિ આપે. જૈન સ્થાનક
- ઉપાધ્યાય મુનિ કન્ડેયાલાલ કમલ હરમાડા, જિ. અજમેર દિ. ૨૬ જાન્યુઆરી ૧૯૯૪
0
0
0
'હST (2) 09 (90
IlliIIIIIIIIIIIIIIIiii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org