Book Title: Dhanpal Panchashika Author(s): Karpurvijay Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ કૌશલ્યતાથી એ ગ્રંથ પ્રથમ એકવાર વાચેલ હોવાને લીધે લખાવી દીધે. ધનપાળ શેકમુકત થયા. પછી પુત્રીનું નામ કાયમ રાખવા માટે તે ગ્રંથનું નામજ તિલકમંજરી રાખ્યું. એ ગ્રંથ હાલમાં છપાયેલ છે. તેની પ્રસ્તાવનામાં તિલકમંજરીએ અર્ધ ગ્રંથ લખાવ્યું, બાકીને અર્ધ ન બનાવી સંપૂર્ણ કર્યો, એમ લખેલ છે. વળી તેમાં તે પ્રારંભથી જ તેનું નામ તિલકમંજરી હતું એમ જણાવ્યું છે અને તેની અંદર પાછળના ભાગમાં કથા પણ તિલકમંજરીની આવે છે. પરંતુ મૂળ સ્થિતિ તપાસતાં અને બાળી નાંખવાનું કારણ વિચારતાં ચરિત્ર તે શ્રી ઋષભદેવજીનું જ સંભવે છે. અને પ્રથમ નામ પણ તે હવાને નિર્ણય થાય છે. આ ધનપાળ પંડિત અગ્યારમા સૈકામાં થઈ ગયા છે. તેની બીજી કૃતિઓ ઉપલબ્ધ થતી નથી જો કે તેમણે બીજા ગ્રંથ બનાવ્યાનું કહેવાય છે. શ્રાધમ વિધિપ્રકરણ એમણે બનાવ્યાનું જાણવામાં આવ્યું છે. પરંતુ તે ગ્રંથ જોવામાં ન આવવાથી તે સંબંધે કાંઈ લખી શકાતું નથી. ઉપર જણાવ્યા પ્રમાણેના ભેજરાજાએ કરેલા અકાર્યથી ધનપાળ રીસાઈને અન્યત્ર ગયેલ ત્યાંથી અન્ય પંડિત સાથેના વિવાદમાં તેની જરૂર પડતાં ભેજરાજાએ જાતે જઈને તેને પાછા તેડી લાવ્યા ઉલ્લેખ છે. આ પંચાશિકા તેણે કયારે બનાવી? તે પ્રસંગ ચેકસ જાણુવામાં આવ્યે નથી. તિલકમંજરીની પ્રસ્તાવનામાં સરસ્વતી કંઠા ભરણ પ્રાસાદમાં એ બતાવ્યાનું લખ્યું છે. આ બુકની અંદર તે દેશીનામમાળા ધનપાળે પણ કરેલી છે. એવું કંઈક સ્કુરણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64