Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 57
________________ ( us ) अथ श्री गिरनार कल्पनो अर्थ. જ્યાં વિશેષે કરીને નમ્યા છે ઈકે જેમને એવા, પ્રવર ધર્મ કીતિ જ્ઞાન અને આનંદથી ભરપૂર તથા કલ્યાણની લમીથી યુક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ વિરાજે છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧ યાદવની ઉપેક્ષા કરીને તેમજ રાજીમતીને ત્યાગ કરીને નેમિપ્રભુએ મેક્ષ મેળવવા માટે જેને આશ્રય કર્યો, તે ગિરનાર ૨ છત્ર શિલાના અંત ભાગે (ઉપર) દીક્ષા ગ્રહણ કરીને જેના 'ઉંચા શિખર પર રહી સ્વામી સ્વસ્વરૂપનું અવલોકન કરતા હવા તે ગિરનાર૦ ૩ જ્યાં સહસ્ત્રાપ્રવનમાં કેવળજ્ઞાન પામીને લક્ષારામમાં (સમવસરણમાં) પ્રભુએ ધર્મ ઉપદિશે તે ગિરનાર ૪ જેના ઉચ્ચ પ્રદેશ ઉપર રહીને યાદવતિલક શ્રીનેમિપ્રભુ નિવૃત્તિ રૂપી સ્ત્રીના શ્રેષ્ઠ નિતંબનું સુખ પામ્યા, તે ગિરનાર પ - જ્યાં નેમિપ્રભુના (દીક્ષા, કેવળ અને નિર્વાણરૂપ) ત્રણ કલ્યાણ જાણીને કૃષ્ણ વાસુદેવે રૂપાનાં, સુવર્ણનાં અને મણિનાં બિંબમય ત્રણ ચે કરાવ્યાં, તે ગિરનાર૦ ૬ જે ગિરિનાં મધ્યમાં ઈંદ્ર વજીવડે વિવર કરીને કાંચન બલાનકમય રજત ચૈત્ય બનાવ્યું, તે ગિરનાર ૭ એ ચિત્યના મધ્યમાં શ્રી નેમિ પ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઈ સ્થાપન કરી, તે શ્રી ગિરનાર૦ ૮ - સ્વકૃત આ બિંબ યુક્ત બીજા ત્રણ બિંબને ઈ દેવતાઓ પાસે જે ચિત્યના મધ્યમાં સમવસરણમાં સ્થાપન કરાવ્યા, તે ગિરનાર જેના ચિત્યમાં અવલોકન વાળા (ખુલ્લા) ઉપરના રંગ મંડપમાં અંબાની મૂર્તિ છે, અને બલાનકમાં શાબની મૂર્તિ છે, તે ગિરનાર ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64