Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 63
________________ ( પરૂ ) પ્ર. આ ભરત ભૂમિરૂપી સ્ત્રીના વિશાળ લલાટ સ્થળના તિલક તુલ્ય સમેત શિખર તીર્થ કે જે સંસાર સમુદ્રના તીર્થ (આરા) સમાન છે તેને હું સ્તવું છું. ૧. જિનેશ્વર અને મુનિજનના ચરણ કમળને લાગેલી રજના સમૂહ વડે જેને સુંદર પ્રદેશ શેભી રહ્યા છે, અને કિન્નર ગણે જેને યશ ગાઈ રહ્યા છે, તે સંમેત ગિરિરાજ જયવંત વર્તે છે. ૨. જ્યાં અજિતાદિક વીશ જિને, અનેક મુનિઓ સાથે પધારી કર્મમળ રહિત થઈ મોક્ષ પ્રત્યે પામ્યા છે, તે સમેત૦ ૩. આને તીર્થ જાણીને શીલસન્નાહ નામે મુનીંદ્ર જ્યાં અનશન કરી કર્મ રહિત થઈને મોક્ષ પદને પામ્યા, તે સમેત૦ ૪ બીજા પણ બહુ મુનિઓએ જ્યાં આવીને સુખે એક્ષપદ સાધ્યું, એ જેને અપાર મહિમા છે, તે સમેત૦ ૫. જ્યાં અનેક અરિહંત અને મુનિઓને મનેહર મોક્ષ મહિમા ઈંદ્રએ કરેલું છે, એ જગતજનોને આનંદિત કરનાર શ્રી સમેત૦.૬. ઉત્તમ ધ્યાનને અચળપણે વેષતા મુનિવરેએ અચળપણા વડે કરીને ધ્યાનના મિત્રરૂપ જે ગિરિવરને આશ્રય લીધેલ છે, તે સમેત૦ ૭. જ્યાં જિનેશ્વરે નિર્વાણ પામ્યા, તે સ્થાને દેએ કીર્તિસ્તંભ જે (અચળ) ઉત્તમ મણિમય સ્તૂપસમૂહ નિર્માણ કરેલ છે, તે સંમેત૦ ૮. સૂપગત ચેમાં અજિતાદિક જિનપતિની રમણિક પ્રતિમાએ જ્યાં સુર અને અસુરે વડે પૂજાય છે, તે સમેત૦ ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64