Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ ( ) અજિતનાથથી પહેલાં પણ ત્યાં આવેલા આદીશ્વર પ્રભુ અને તેમના શિષ્ય વડે જેનાં શિખર પાવન થયેલાં હોવાથી જે તીર્થપણે પ્રસિદ્ધ થયેલ છે, તે સમેત૦ 10. અદ્યાપિ જે ભવ્યજનોને પૃથ્વી પરથી સ્વર્ગ અને મેક્ષે ચઢવાના પાન (પગથીયાં) ની સમાનતાને ધારણ કરતે જણાય છે, તે સંમત 11. કુંડના જળમાં પ્રતિબિંબિત થતી ચૈત્યaણને જ્યાં સંઘ સમૂહ પુષ્પ પ્રક્ષેપવાવડે પૂજે છે, તે સમેત૦ 12. અત્ર જિન સમવસરણુ, અત્ર જિન દેશના અને અત્ર જિનમુક્તિ થયેલ છે, એવી રીતે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલા જ્યાંના પ્રદેશે રમણીય લાગે છે, તે સમેત૦ 13. સાધુ સંગથી ઉછળતા અભંગ સંવેગ રંગથી રંગાયેલા હરિશુદિક પશુએ પણ જ્યાં દેવગતિને પામ્યા છે, તે સમેત 14. જ્યાં અલ્પ માત્ર કરેલ તપ, જિનપૂજા અને અનશનાદિ, તીર્થના પ્રભાવથી અનલ્પ (વિશાળ) ફળને આપે છે, તે સમેતર 15. દેવેંદ્ર અને મુનીં વડે વદિત અને પ્રસિદ્ધ એવા સમેતશિખર તીર્થને જે ભક્તિથી સ્તવે છે, તે સકળ આપદા રહિત અવિચળ એક્ષપદને પામે છે. 16. // इति श्री संमेतशिखर कपः // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64