Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 8
________________ સર્ચલાઈટ Bયમાં જે પ્રથાનો નિર્દેશ કરવામાં આવ્યું હતું તે ગ્રંથના કેટલાક અો પણ તેમણે વિચાર્યા હોય એમ પત્રિકા નં.૨ ઉપરથી પ્રતીત થાય છે. કમનસીબી એટલી જ છે કે જે શાસ્ત્રીય પ્રમાણે તેઓ પિતાના કથનના ટેકામાં આપવા માગે છે તે કઈ પણ પ્રકારના એક આગ્રહને લીધે તેના વાસ્તવિક સવરૂપમાં નથી રહી શકતા. એ પ્રમાણેની પાછળ રહેલે આગ્રહ શ્રી વિજ્યધર્મસૂરિને જુદી જ દિશામાં લઈ જાય છે. પ્રસંગે પાત્ દિગુબ્રમ પણ ઉપજાવે છે. અમે એ આગ્રહને કદાગ્રહ કે દુરાગ્રહનું વિશેષણ લગાડી દેવાની ઉતાવળ નથી કરતા. કારણ કે શાસ્ત્રીય ચર્ચામાં એવી ઉતાવળ બહુ વિઘાતક થઈ પડે. પિતાના વિચારે પ્રત્યે મનુષ્ય માત્રને મેહ અથવા આગ્રહ હોય એ સ્વાભાવિક છે. અમે આ અસંબદ્ધ લાગતી પતિઓ એટલા જ માટે લખીએ છીએ કે અમે અમારી આ પત્રિકાદ્વારા શ્રી વિજયધર્મસૂરિ ઉપર વિ ય મેળવવા માગીએ છીએ અને એજ હેતુ સાધવા આ લેખિનીનું સંચાલન કરીએ છીએ એવી કલપના-કે જે વસ્તુતઃ અમને પિતાને ત્રાસદાયક લાગે છે–તે દૂર થાય. આ પત્રિકા દ્વારાએ કેટલાક દષ્ટિબિંદુએ ઉપસ્થિત કરવા એવી અમારી ધારણા છે. એ દષ્ટિબિંદુઓ દ્વારા “દેવદ્રવ્ય”ની ચર્ચા ઉપર કે પ્રકાશ પડે છે તેને જ અમારે કમશઃ વિચાર કરવાનું છે. કેઇની માનિનતાઓ અથવા તે બંધાઈ ગયેલે વિચારમેહ દૂર કર એ સહજસાધ્ય નથી એ વાત અમે જાણીએ છીએ. એમાં કોઈને બળાત્કાર પણ ચાલી શકતા નથી. અમારું કાર્ય અમે ઉપર કહ્યું તેમ વિચારભૂમિકાઓ આપવાનું છે. એ ભૂમિકા ઉપર ઉભા રહી દષ્ટિપાત કરવાથી વસ્તુનું નિર્મળ સ્વરૂપ નજર આગળ તરી આવશે. વાચક પૂછશે કે એ વિચાર–ભૂમિકા કઈ? અમે કહીએ છીએ કે એ ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા, પ્રમાણની ભૂમિકા, અને વિવેકદષ્ટિની ભૂમિકા છે, કે જેના સંબંધમાં વાદ કે પ્રતિકાર જેવું કંઈ ન હોઈ શકે –

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92