Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 67
________________ સર્ચલાઈટ. પ્રાચિન ભવ્યતમ મંદિર પણ એવી ખંડીએર સ્થિતિમાં આવી પડ્યાં છે કે જે તેને ઉદ્ધાર હાથ ધરવામાં આવે તે જે દેવદ્રવ્યને આજકાલ અતિશક્તિવાળાં વાકથી વધારે પતું રૂપ આપવામાં આવે છે તે બધું દ્રવ્ય ખર્ચવા છતાં બીજા દ્રવ્યની અપેક્ષા રહી જાય. આવી પરિસ્થિતિમાં દેવદ્રવ્યની સુવિહિત આવકને-દેવદ્રવ્યની વૃદ્ધિને અટકાવી દેવી અને ગયાગાંઠ્યા વ્યવસ્થાપકેની ઉપેક્ષાને આગળ આણું બાળજીવને શંકાશીલ સ્થિતિમાં મૂકી દેવા એ શું વ્યાજબી ગણાય? આજકાલ ઘણેખરે સ્થળે પૂરતા દેવદ્રવ્યના અભાવે મંદિરે તાળા લાગ્યાના અને કપાળ પર ચાંલ્લે ભૂસી નાંખી સ્થાનકવાસી સંપ્રદાયમાં ભળી ગયાનાં વર્ણને વર્તમાનપત્રમાં ઉદ્વિગ્નચિત્તે વાંચીએ છીએ. દેવદ્રવ્યની ચાલું આવકને અટકાવી દેવાથી અને મંદમંદપણે જે ચોદ્ધાર થઈ રહ્યો છે તેને ગુંગળાવી નાંખવાથી ભવિષ્યમાં શાસનની, કેવી કફોડી સ્થિતિ થાય તે વિચારવાનું કામ અમે વાચકવર્ગને માટેજ રહેવા દઈએ છીએ. રેગ્ય, સ્થાનકે ચિત્યની અવિદ્યમાનતામાં અથવા તે જીર્ણોદ્ધાર પૂરતા દેવદ્રવ્યના અભાવમાં શ્રી જૈનસંઘ તથા શાસનની કેવી. કઢંગી સ્થિતિ થાય તેને વિચાર કરતાં પણ અમને કંપારી છૂટે છે. સાધારણખાતામાં દ્રવ્યની વિશેષ આવશ્યકતા જણાતી હોય તે તે માટે ઉચિત પ્રબંધ કરવાની મજબૂત ભલામણ આગળનાં પૃથ્યમાં અમે કહી ચૂક્યા છીએ. જમણવાર, લગ્ન કે જન્મત્સવ જેવા પ્રસંગે. લાગા નાખવાથી સાધારણ દ્રવ્યની વૃદ્ધિ થતી હોય તે તેમ કર. વામાં કઈ પણ પ્રકારને વાંધો નથી. એમ પણ અમે આગળ સૂચવી ગયા છીએ. સાધારણખાતું સીદાતુ હોય તે તેને માટે સુંદર વ્યવસ્થા કરે, પણ એક ખાતું સદાય એટલા માટે બીજા ખાતાએ સીદાવું જ જોઈએ એવી સ્થિતિ ઉભી ન કરો. સાધાર રણની સાથે દેવદ્રવ્યને પણ સીદાતુ બનાવવું અને નિષ્પક્ષપા

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92