________________
સંચ–લાઈટ,
૭પ
નથી આપી. શ્રીમાન વિધર્મસૂરિ પણ કબૂલ કરે છે કે દેવદ્રવ્ય બીજા કોઈ પણ ખાતામાં કામ આવી શકે નહીં. તેમના શેદે આ પ્રમાણે છે-“દેવદ્રવ્યના નામે ગમે તેટલે માટે ખજાને ભરેલ હશે, પરંતુ દુષ્કાળના ભિષણ સમયમાં ભૂખમરાથી પીડાતા માણસને તેમાંથી એક કેડી પણ સીધી રીતે કામમાં આવી શકવાની નથી, અને તેમ કરવાને કે પશુ આ સ્તિક સલાહ નહીં આપે.” અર્થાત્ જે દેવદ્રવ્ય છે તે સંઘની સત્તાથી કે આપનારની સ્વતંત્રતાથી દેવ સિવાયના બીજા કઈ પણ ખાતામાં વાપરી શકાય નહીં એમ કહેવાને તેમને હેતુ છે. એટલું છતાં દેવની ભક્તિ નિમિત્તે-દેવદ્રવ્યની વૃદ્ધિને માટે શાઆધારે બેલાતી બેલીનું દ્રવ્ય બીજા સાધારણક્ષેત્રમાં લઈ જવામાં યુક્તિ કયાં છુપાએલી છે તે અમે સમજી શકતા નથી.
“દ્રવ્ય ખર્ચનારે મુખ્યત્વે સાધારણ ખાતામાં જ ખરચવું જોઈએ.” એમ શ્રી વિજયધર્મસૂરિ શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહના પ્રમાણે પૂર્વક પ્રતિપાદન કરી રહ્યા છે. વાત ખરી છે, પણ તેમણે તે વાત એવા વિપરીત આકારમાં રજુ કરી છે કે એક શાસ્ત્રવિશારદને માટે તે તે કઈ રીતે સંતવ્ય ન ગણાય,
મુશરા ઘર્ષઘા સાધારણ પર થિ મુખ્યત્વે કરીને સાધારણ ખાતામાં જ ધર્મવ્યય કરવે એની સામે, અમારો વાંધો નથી. અમારે વધે તે રજુ કરવાની પદ્ધતિ સામે છે. શ્રી વિજયધર્મસૂરિજીએ સાધારણખાતામાં જ ધર્મવ્યયનું પ્રતિપદન કરતાં પહેલાં આખું પ્રકરણ દષ્ટિ તળેથી પસાર કરી દેવું જોઈતું હતું. એ ઉપદેશ ક્યા પ્રકરણને અંગે કરવામાં આવ્યું છે અને વસ્તુતઃ ત્યાં કયે અધિકાર ચાલી રહ્યો છે. તે પ્રથમ સમજાવવું જોઈતું હતું. તેઓ જાણી જોઈને પ્રકરણને સંદર્ભ પાવવા માગે છે કે ઉપરીયા અવલોકનના પ્રતાપે તેઓ અર્થને તે અનર્થ કરી રહ્યા છે. તે તે એક કેવળી ભગવાન જ જાણે છે