________________
- લાઈટ યમને જ્યારે એક જ ક્ષેત્રમાં રહેવાથી બાધ આવવા લાગે ત્યારે શાસ્ત્રકારે વિહાર અને નદી ઉતરવારૂપ સાધને દર્શાવ્યા. આ સ્થિરતા અને વિહાર આદિ સાઘને દ્વારા સંયમની વૃદ્ધિરૂપી ફળ તે અવશ્ય નિપજવું જ જોઈએ. જે એવું ફળ ન મળે તે એ સાધને દ્રવ્ય-ક્ષેત્રાનુસાર પિષણ આપવામાં નિષ્ફળ જ ગયા સાત મજવા જોઈએ. વસ્ત્રને રંગવાની અને વાંસના ડાંડાને બદલે બીજી જાતના કાંડા રાખવાની વિગત રજુ કરી શ્રીમાન્ય વિજય ધર્મસૂરિ દેશ-કાળકનુસાર ફેરફાર થયાનું સૂચન કરે છે. પરંતુ જે તે વિચારશે તે જણાશે કે મૂળ મુદ્દાને, કોઈપણ પરિ વર્તનમાં લેપ નથી થયે; અને નજ થવું જોઈએ. પીળાં વસ્ત્રો કરવાને બદલે તે વસ્રરહિત રહેવાનું કે કફની આદિ ધારણ કરવાનું કહેવાયું હતું તે શું તે ફેરફારને દેશ-કાળાનુસાર વ્યાજબી ગણી શકાત? જે ફેરફાર સૂચવવામાં આવે. તેથી મૂળ પ્રકૃતિને બાધ ન આવવું જોઈએ. સારાંશ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર ત્રાનુસાર જે અપવાદ- સેવવામાં આવે કિંવા કેઈ કેસ નવને નિયમ બાંધવામાં આવે તે દ્વારા ઉત્સર્ગ નિયમનું ફળ તે અવશ્ય પરિણમવું જ જોઈએ. આ કથન કેવળ દેવદ્રવ્યના સંબધમાંજ લાગુ પડે છે એમ કંઈ જ નથી. જમાનાને ઓળખ- . વાની અને અનુસરવાની ધાંધલ મચાવનારા મહાને માટે, ઉક્ત કસોટી સિાથી વિશેષ અગત્ય ધરાવે છે. દેવદ્રવ્ય સંબંધી શ્રીસંઘની સત્તા અને જમાનાની જરૂરીઆત વિષે જે પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે તેને અંગે સંક્ષિપ્તમાં એટલું જ કહી શકાય કે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણરૂપ મુદ્દાને સંમુખ રાખી શ્રીસંઘ, જે કાંઈ ફેરફાર જમાનાને અનુસરતે કરે તે. સંમાન્ય થઇ શકે. બાકી મૂળ મુદ્દાને ઉડાવી દેવામાં આવે અને જમાનાને અનુસરવાને અહંકાર અભિવ્યક્ત કરવામાં આવે તે દેખીતી રીતે જ તે અનુચિત છે, એટલું જ નહીં પણ આત્મઘાત છે.