________________
સર્ચ–લાઈટ અર્થત—“બીજા પણ કલ્યાણને ઈચ્છનાર શ્રીમતે પૂર્વની માફક અવયંવરમાળાની જેમ બીજી બાજી માળાને આદરપૂર્વક ગ્રહણ કરવા લાગ્યા. જીનમંદિરમાં પિતાનું સર્વસ્વ આપીને પુરૂષ આ માળા ગ્રહણ ન કરે? કે જેના પુણ્યવડે આ લોકમાં પણ મનુષ્યને ઇંદ્રપદની પ્રાપ્તિ થાય છે, જેવી રીતે “લી” પૂર્વક માળા ગ્રહણ કરવામાં આવી તેમ રાજાએ આરતી, મંગરકારી દવે અને પૂજાદિક સમગ્ર ઉપચારે બેલીથી કર્યા.” ,
આ છેલ્લા પ્રમાણેથી જણાશે કે માળાપરિધાન પ્રસગેજ ઉછામણી વિહિત છે, એટલું જ નહીં પણ આરતી-પૂજાદિમાં પણ બોલી સુવિહિત છે. માત્ર આરતીની સાથે જ ઉત્સર્ષણ શબ્દની યેજના કરનાર અને ઉત્સર્ષણને અર્થ “નાખવું” કરનાર મહાને ઉપરોક્ત પ્રમાણેથી ઘણું વિચારવા યોગ્ય સાહિત્ય મળી શકશે. ઈન્દ્રમાળાઓની વિવિધતા અને તીર્થમાળા તેમજ ઈન્દ્રમાળા વચ્ચેની ભિન્નતા વિષે વિવેચન કરવાનું અન્ય કોઈ પ્રસંગને માટે મુલતવી રાખી, આ પ્રસંગે માત્ર એટલું જ કહેવું બસ થઈ પડશે કે નકર આપી લેવાતી માળા વસ્તુ ગ્રંથકાર વાપરે છે, પરંતુ “સમુચ્ચય” અર્થમાં વાપરતા નથી; છતાં યદિ
સમુચ્ચય” અર્થમાં છે એમ પણ માની લઈયે તથાપિ જેમ ઉપરનું કાર્ય કર્યું તેમ આ બધા સમુચ્ચિત કાર્યો કર્યા એ અર્થ કરવામાં કંઈ પણ અહીં બાધક દેખાતું નથી, કારણ કે જે પ્રજા ગુરૂ “માલા”ની ઉછામણી કરે તે પ્રજાગુરૂ આરતી-પૂજા આદિ “ઉછામણી” થી કરે એ કંઈ આશ્ચર્યકારક નજ. ગણાય, તથા “ઉછામણી” વાલા પ્રસંગ પછી ગ્રંથકાર આરતી-પૂજા આદિનો પ્રસંગ જણાવે છે તે “ઘ' એ શબ્દનો “તુલ્ય” અર્થ માનવો એજ વધારે વજનદાર માની શકાય, અન્યથા પ્રકરણને લગત અર્થ ઉત્થાપી નાંખી અપ્રાસંગિક અને બુટ્ટો ઉભો કર એ અર્થ કરનારને દેખતો જ આગ્રહ ગણાય, આવા આગ્રહને યદિ સર્વત્ર અવકાશજ આપવામાં આવે તો તમામ શાસ્ત્રો આગ્રહમાં જ ખેંચાઈ આવે અને સત્યને અવકાશજ ન મલે, એટલે ચર્ચાને ત્રાસકારી માની લઈ છેટા ઉભા રહેવું એજ શ્રેયસ્કર છે,