________________
લેવાની કે તેના કરતાં નવી વાત કરવાની ? અન્ય દર્શનકારોએ તત્ત્વજ્ઞાનને મોક્ષનું કારણ માન્યું છે, જ્યારે આપણે ત્યાં કેવળજ્ઞાનને મોક્ષનું કારણ માન્યું છે. શ્રી પંચવસ્તુમાં મોક્ષનાં પંદર અંગો બતાવ્યાં છે તેમાં કેવળજ્ઞાનને અંગ તરીકે ગણ્યું છે. જ્યારે ગૌતમબુદ્ધ તો સર્વશપણાનો ઉપહાસ કર્યો છે એ જ તેમની અસર્વજ્ઞતાને સૂચવે છે. નિગોદના એક શરીરમાં અનંતા જીવો છે આવું મહાવીરપરમાત્માનું વચન સાંભળીને ગૌતમબુદ્ધે કહ્યું હતું કે ‘હિં ક્રીટસદ્યાપરિજ્ઞાનેને? મોક્ષે જવા માટે જીવોની સંખ્યા ગણવાનું શું કામ છે?' અન્યદર્શનકારો જે મોક્ષનું સ્વરૂપ બતાવે છે એવો મોક્ષ પુરુષાર્થનો વિષય બની શકે એવું નથી. કેટલાક લોકો મોક્ષને અતાત્વિક માને છે, પારમાર્થિક નહિ. તો એવો અતાત્વિક મોક્ષ પુરુષાર્થનો વિષય કઈ રીતે બને ? કેટલાક લોકો મોક્ષમાં ગયા પછી ઈશ્વરની ઈચ્છાથી પાછું સંસારમાં આવવાનું બને છે-એવું માને છે. જ્યાંથી પાછા આવવાનું હોય ત્યાં જવા માટે પુરુષાર્થ કોણ કરે? કેટલાક લોકો શૂન્યાવકાશ સ્વરૂપ મોક્ષને માને છે, એવો ચૈતન્યનો અભાવ પણ પુરુષાર્થનો વિષય કઈ રીતે બની શકે ? જેમાં જડનો સંયોગ ન હોય, ક્ષયોપશમભાવનો યોગ ન હોય અને ક્ષાયિકભાવના સુખનો અનુભવ હોય તેનું નામ મોક્ષ. આના પરથી સમજાય છે ને કે અન્યદર્શનકારોનો અને આપણો મોક્ષ જુદો છે ?
સ. પંદરસો તાપસનો મોક્ષ પણ જુદો?
જ્યાં સુધી તેઓ તાપસ હતા ત્યાં સુધી તેમનો મોક્ષ જુદો હતો. જ્યારે ગૌતમસ્વામી મહારાજને ગુરુ માન્યા ત્યારથી પોતાની માન્યતા છોડી દીધી. આપણે સમાધાન કરીએ તો આપણી વાત ઊભી રહે એ રીતે કરીએ ને? કે આપણી વાત છોડવી પડે તોપણ સામાની સાથે સમાધાન કરવા તૈયાર થઈએ ?
* અહીં ભગવાનને પોપટની ઉપમા આપી છે તે માત્ર સ્વાભાવિક આનંદના અનુભવના અંશમાં આપી છે. કાગડાને આમ્રવૃક્ષ પર પણ આનંદ નથી આવતો, જ્યારે પોપટ સ્વભાવથી જ આમ્રવૃક્ષ પર આનંદકલ્લોલ કરે છે. તેમ ભગવાન પણ મોક્ષમાં
સ્વભાવથી આનંદ કરનારા છે. ભગવાન મોક્ષનું શુદ્ધસ્વરૂપ બતાવે છે માટે જ આપણે તેમની ઉપાસના કરીએ છીએ. ભવસમુદ્રના પારને પામીને ભગવાન કયા સ્થાને ગયા તે જણાવવા આ વિશેષણ છે. તેમ જ દુઃખના દાવાનળને શમાવીને ભગવાન અહીં સંસારમાં જ નથી રહ્યા, પરંતુ અહીંથી અળગું આનંદમય જે સ્થાન છે ત્યાં ગયા છે એ જણાવવા માટે આ વિશેષણ છે. કેટલાક લોકો (નૈયાયિક, બૌદ્ધ) સર્વ દુઃખોના અભાવસ્વરૂપ મોક્ષને માને છે તેનો વ્યવચ્છેદ કરવા માટે આનંદ સ્વરૂપ મોક્ષને જણાવનાર આ વિશેષણ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org