Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 9
________________ શાસ્ત્ર પણ તારનારાં બનતાં નથી. શાલિભદ્રજીને પુણ્ય ઓછું લાગ્યું તો પુણ્ય છોડવાની શરૂઆત કરી. જ્યારે આપણને પુણ્ય ઓછું પડે છે આથી ભેગું કરવાનો પ્રયત્ન ચાલુ છે ને ? જેને મોક્ષ ગમે તેને પુણ્ય ન ગમે. ઈષ્ટ સ્થાને પહોંચાડનારી ગાડી ભંગાર હોય તોયે ચાલે ને? તમે ગાડીનું પાટિયું જોઈને બેસો કે સીટ જોઈને બેસો? સારામાં સારી સીટવાળી ગાડી પણ જો ચાલતી ન હોય તો તેમાં બેસો ખરા ? જેને સંસારથી તરવું છે તેને સંસારમાં રાખનાર તત્વ ગમે ખરું? પુણ્ય હોય તો ઉપયોગ કરી લેવો છે પણ ન હોય તો તેની ભીખ નથી માંગવી. આ સંસારમાં પુણ્ય પૂરું મળી શકે એવું છે જ નહિ. આથી જ શાસ્ત્રકારોએ પુણ્યને છોડી દેવાનો ઉપદેશ આપ્યો. * આજે પૂજા કરીને ઘરે આવતા મોઢા ઉપર પૂજા કર્યાની પ્રસન્નતા વર્તાય કે સાધુપણું ન મળ્યાનું દુ:ખ વર્તાય ? સ. મનઃ પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે.... એનો અર્થ શું સમજ્યા? સુખ મળે તે પ્રસન્નતાનું કારણ કે સાધુપણું મળે તે પ્રસન્નતાનું કારણ? ભગવાનની સાચી પૂજા કઈ? સંપૂર્ણપણે આજ્ઞાનું પાલન ને ? તે સાધુપણામાં જ થાય ને? તે આજ્ઞાપાલનમાં ખામી આવે ત્યારે જ દ્રવ્યપૂજા કરવાનું બને ને ? ખામીવાળી વસ્તુ પ્રસન્નતાનું કારણ બને કે શુદ્ધ પરિપૂર્ણ વસ્તુ? ભગવાનની પૂજાથી વિષયકષાયની આસક્તિ ટળે એથી મન પ્રસન્નતાને અનુભવે છે. સુખ મળવાના કારણે જે પ્રસન્નતા વર્તાય તે તો લોકનો સ્વભાવ છે. સુખ ન મળે ને પ્રસન્નતા વર્તાય તે લોકોત્તર કોટિના ધર્મનો પ્રભાવ છે. * સંસારના સુખમાં જે મજા છે તે ખંજવાળવામાં આવતા આનંદ જેવી છે. જેને ખંજવાળની મજા જોઈતી હોય તેને ખંજવાળ દૂર કરવાનો ઉપાય બતાવનારા ગમે કે ખંજવાળવા માટે સાધન આપનારા ગમે ? સુખની ઈચ્છા નાશ પામે એવો ઉપાય બતાવનારા ગુરુભગવન્ત તમને ગમે કે સુખનાં સાધનો મેળવવાનો ઉપાય બતાવનારા ગમે ? આજે તમારી-અમારી આ જ દશા છે. ખંજવાળની મજા જતી ન રહે તે માટેનો પ્રયત્ન ચાલુ છે. ભવથી તારનાર મળ્યા પછી ભવમાં મજા કરવાનાં સાધનો શોધ્યા કરીએ – એના જેવી બીજી મૂર્ખાઈ કઈ છે ? ! સુખનાં સાધનો શોધવામાં આખી જિંદગી વેડફી નાંખી. એની પાછળ પડીને જ્ઞાન આપનારા ગુરુભગવન્તની પણ ઉપેક્ષા કરી. હવે તો જિંદગી પૂરી થવા આવી. આમ ને આમ સમજ્યા વિના અજ્ઞાન લઈને જઈશું તો ક્યાં જવાના ? દુનિયાની ચિંતા છોડી આપણી જાતની વાત કરી લેવી છે. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 314