Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 8
________________ ભગવાનનું કહ્યું ન માનો ને? તમને કદાચ માઠું લાગશે પણ આ સ્વીકાર્યા વગર નિસ્તાર નહિ થાય. વિષ મારે, પાણી ડુબાડે, અગ્નિ બાળે એ શ્રદ્ધા જેવી મજબૂત છે તેવી શ્રદ્ધા ભગવાન તારે છે' એની છે ખરી ? ભગવાન આઠમે વરસે દીક્ષા આપે એવા હતા એમ છતાં એંશી વરસ સુધી આપણે ભગવાન પાસે સુખ જ માંગ્યા કર્યું ને? આજે તમને જેમ ભગવાનની આજ્ઞા માનવાનું ગમતું નથી તેમ અમારાં સાધુસાધ્વીને પણ આજ્ઞા નથી ગમતી. તેમને પણ ભક્તિ કરવી ગમે પણ સ્વાધ્યાય કરવો ન ગમે. સ. ભક્તિ ચઢે કે સ્વાધ્યાય ચઢે ? ભગવાનની આજ્ઞા ચઢે. આગળ વધીને કહું તો તરવાનો ભાવ વધે : ભક્તિ પણ નહિ અને સ્વાધ્યાય પણ નહિ. આપણું મન જે સારું હશે તો ગમે તે સાધનથી સારામાં સારી સિદ્ધિ પામી શકાશે. ભગવાનની ભક્તિ કરનારને પણ આજે ભગવાનના વચનની શ્રદ્ધા નથી ને? સ. ભક્તિ અને શ્રદ્ધામાં ફરક પડે ? શ્રદ્ધા વિના પણ ભક્તિ થઈ શકે અને ભક્તિના અભાવમાં પણ શ્રદ્ધા હોઈ શકે. આપણે બંને પામવા છે. છતાં એક વાર ભક્તિ ન થઈ શકે તો નભાવાશે પણ શ્રદ્ધા વગરના નથી રહેવું. આજે આપણને પુણ્ય ગમે છે અને પુણ્ય છોડાવનારની ભક્તિ કરીએ છીએ! આ ભક્તિ શા માટે કરાય છે? આજે તો ભગવાનની પણ માનતા માને ને ? આપણે તો એક જ માન્યતા જોઈએ કે ભગવાન સંસારથી તારે છે. એના બદલે અમુક આપત્તિ ટળશે તો જાત્રા કરાવીશ” આવી માનતા માનવાનું ચાલુ છે ને ? સ. બીજાની પાસે માંગીએ તેના કરતાં ભગવાન પાસે માંગીએ એ સારું ને ? ન માંગવું સારું એટલું અમે કહીએ. કોઈની પણ પાસે નથી માંગવું. સોમલવિષ કરતાં અફીણ સારું એમ કહેવાય ? કે વિષ એકે સારું નહિ, એમ જ કહેવાય ? છોકરાને સિગારેટનું વ્યસન હોય તો વોચમેન પાસે મંગાવે એ સારું કે બાપ પાસે માંગે એ સારું ? કે કોઈની પાસે ન મંગાવે તે સારું ? * આજે આપણે સંસારસમુદ્રમાં બેઠા છીએ એવું લાગે છે? એમાં બેઠા છીએ એનો ભય લાગે છે ? લાગે તો કેટલો લાગે છે ? થોડો પણ લાગે છે ? જે છે તે બરાબર છે ને ? જે છે તેમાં જ મજા છે ને? શાસ્ત્રમાં જ્યારે જ્યારે પુણ્યની વાત આવી ત્યારે ગમી ગયેલું અને નિર્જરાની વાત આવી ત્યારે તેની તરફ લક્ષ્ય જ આપ્યું નહિ. આથી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 314