Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 7
________________ છે? ભગવાન પરમપદ આપનારા છે માટે ગમે છે કે પૈસો આપનારા છે માટે ? તમને શ્રીમંતને જોઈને ભગવાનની કૃપા યાદ આવે કે સાધુ જોઈને ? પાંચે આંગળાં ઘીમાં બોળેલાં છે ભગવાનની કૃપાથી : એવું માનો ને ? સ. એ ભગવાનની કૃપા નહિ? ના, ભગવાનની કૃપા ઝીલતાં આવડી નહિ માટે પાંચે આંગળાં ઘીમાં રહ્યાં. નહિ તો એ સુખને છોડીને નીકળી પડ્યા હોત! પુણ્યથી મળેલું ઓછું લાગે અથવા તો પુણ્યથી મળેલું છોડવાજેવું ન લાગે ત્યાં સુધી ભગવાનની કૃપા ઝીલતાં આવડી નથીએમ સમજવું. ભગવાનની કૃપા ઝીલતાં આવડે તે તો સુખના ઢગલા છોડીને સાધુ થઈ જાય. * પરમાત્માનું બીજું વિશેષણ જણાવ્યું છે - કુદરવનીર : દુઃખરૂપી દાવાનળને શમાવવા માટે ભગવાન નીરસમાન છે. ગમે તેવા દુઃખીનું પણ દુઃખ વિસારે પાડે – એવા આપણા ભગવાન છે. ભગવાનના શરણે જનારને દુ:ખ યાદ જ ન આવે, તેનું દુઃખ ભુલાઈ જાય. ડોક્ટરના શરણે જઈએ એટલે દુઃખ ભૂલી જઈએ ને ? ડોક્ટર જે પીડાકર ચિકિત્સા કરે તે પણ આનંદથી કરાવીએ ને ? તેમ અહીં પણ ભગવાનના શરણે જવાથી દુ:ખનો ભય દૂર થાય, દુઃખ દુઃખરૂપ ન લાગે, દુઃખ વેઠવાનું સત્ત્વ મળે, બધું દુઃખ ભોગવીને પૂરું કરવાની વૃત્તિને લઈને નવું દુ:ખ ઊભું ન થાય અને જૂનું પૂરું થવાથી સર્વદુ:ખોથી રહિત બનાય. દુઃખ દુઃખરૂપ લાગે ત્યાં સુધી ભગવાન ઓળખાયા નથીએમ સમજી લેવું. એક બાજુ દુઃખને દાવાનળ માને અને બીજી બાજુ એ દાવાનળ વધે એવું કરે તો માનવું પડે ને કે દુ:ખ દાવાનળરૂપ લાગ્યું નથી? * ભગવાનના શાસનમાં તીર્થંકર પરમાત્મા જેવું ઊંચું તત્ત્વ બીજું એકે નથી. આથી જ ગ્રંથકારશ્રીએ સૌથી પહેલાં તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ જણાવ્યું છે. આજે તમારી અને અમારી મોટી તકલીફ એ છે કે આ સંસારના લોકો પર, ઘરના લોકો પર, આજુ-બાજુના લોકો પર જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા ભગવાન ઉપર નથી. આપણે ભક્તિ ભગવાનની કરીએ છીએ પણ વચન તો ઘરના લોકોનું જ માનીએ છીએ ને ? સ. શ્રદ્ધા કોને કહેવાય? મરી જઈએ તોપણ વચન ન ઉત્થાપીએ એનું નામ શ્રદ્ધા. આવી શ્રદ્ધા કયાં છે? ભગવાન પ્રત્યે કે આપણી અનુકૂળતા સાચવનારા લોકો પર ? પત્નીનું કહ્યું માનો, છોકરાનું કહ્યું માનો, શેઠનું કહ્યું માનો. આગળ વધીને કહું તો ઘાટીનું કહ્યું માનો પણ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314