Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ * તીર્થંકર પરમાત્માનું ત્રીજું વિશેષણ બતાવ્યું છે : સિવંત્રતીર-મોક્ષરૂપી આમ્રવૃક્ષ ઉપર ક્રીડા કરનાર શુક એટલે કે પોપટસમાન પરમાત્મા છે. અન્યદર્શનકારોએ મોક્ષની વાત કરી છે, પરંતુ મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવવાનું કામ શ્રી તીર્થંકર પરમાત્માએ જ કર્યું છે. બીજા દર્શનકારોએ મોક્ષની વાતો જ કરી છે, મોક્ષને પામવાનું કામ તેઓ કરી નથી શક્યા, કરાવી નથી શક્યા. મોક્ષરૂપી આમ્રવૃક્ષ પર ક્રીડા કરવાનું કામ તો તીર્થંકર પરમાત્મા જ કરી-કરાવી શકે છે એ સમજાવવાનું કામ આ વિશેષણથી કર્યું છે. * અન્યદર્શનકારોએ જે વાત કરી છે તેનાથી આપણું પારમાર્થિક હિત સધાય એવું નથી, આથી જ તે માર્ગરૂપ નથી. જે હિતને લાવી આપે તેનું નામ માર્ગ. જેનાથી આપણું અહિત થાય તેને કુમાર્ગ કહેવાય. ભગવાનના શાસન વિના મોક્ષ મળી શકે જ નહિ : એ વાત સાચી ? અન્યદર્શનને ખોટા તરીકે સમજ્યા વિના જૈનદર્શનને સાચું કહેવાની શ્રદ્ધા નહિ આવે. સ. એ માટે પદર્શનનો અભ્યાસ કરવો જરૂરી છે? કોઈ પણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ઈતરભિન્નત્વેન થાય છે. દુનિયાની બીજી બધી વસ્તુ કરતાં જુદી તરીકે જણાય તો જ વસ્તુનું જ્ઞાન વાસ્તવિક કોટિનું થયું ગણાય. બીજા દેવોને કુદેવ તરીકે જાણ્યા વિના તીર્થંકર પરમાત્માને સુદેવ તરીકે નહિ માની શકાય. તમેવ સવં નિસં = નિહિં પવેફર્યા - આ જ સાચી શ્રદ્ધા કહેવાય ને ? વ થી વ્યવચ્છેદ કોનો કરવાનો - એનું જ્ઞાન જોઈએ ને ? આપણા દેવને સુદેવ માનવા પહેલાં કુદેવો એ દેવ નથી એમ માનવું છે. આપણા ગુરુને સુગુરુ માનવા પહેલાં કુગુરુ એ ગુરુ નથી એમ માનતા થવું છે અને આપણા ધર્મને સુધર્મ માનવા પહેલાં અન્ય ધર્મો ધર્મ નથી એમ માનતા થવું છે. સ. એ બધું ભણવા ક્યાં બેસીએ ? જ્યાં સુધી સાચા-ખોટાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન રહેવું છે – એટલું નક્કી કરવું છે ? જેને સાચાનો ખપ હોય તે, જાણે નહિ ત્યાં સુધી મૌન રહે અને જાણવા માટે પુરુષાર્થ શરૂ કરે. જેને હીરાને પારખતાં ન આવડે તે હીરા તપાસવા ન બેસે અને હીરાને પારખવાની કળા શીખવા બેસે ને? ખોટાને ખોટું માન્યા વિના સાચાને સાચા તરીકે સ્વીકારી નહિ શકાય. અન્યદર્શનકારો મોક્ષની વાતો કરતા હોવા છતાં મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવી નથી શકતા. ભગવાનની વાત સાચી હોવા છતાં ભગવાનની વાતથી જુદી વાત કરે તો તે સાચી ન જ હોય ને? સામાની વાત સાચી હોય તો તે સ્વીકારી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 314