Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 5
________________ સ. એ માટે જ આવીએ છીએ. એ માટે આવતા હો તો સંસારના સુખનાં સાધનો ગમતાં નથી ને ? આવે તો મૂંઝવણ થાય ને? ન મળે તો નથી જોઈતાં ને? જાય તો કાંઈ તકલીફ નહિ ને ? ઉપાશ્રયમાંથી જોડાં ખોવાઈ જાય તોપણ બૂમ ન પાડો ને ? તમને ગુરુ કેવા ગમે ? પૈસા ભેગા કરાવી આપે એવા કે પૈસા છોડાવે તેવા ? તમારે ત્યાં સારી ઊપજ થાય તેની નિશ્રા પુણ્યવંતી ગણાય ને ? તમારું નામ ગાજતું કરાવી આપે એવા ગુરુ ગમે કે નામ વગર દાન આપવાનો ઉપદેશ આપે એવા ગમે ? રાગ દૂર કરવા માટે શું કરવું-એવો વિચાર જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી વીતરાગપરમાત્માને વીતરાગ તરીકે માની નહિ શકાય. જેમણે પોતાના રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ દોષોને દૂર કરી આપણને એ દોષો દૂર કરવાનો માર્ગ બતાવ્યો તે આપણા ભગવાન. જ્ઞાન પામવા માટે અને રાગાદિથી રહિત બનવા માટે જ તીર્થંકર પરમાત્માની જરૂર છે અને એ માટે જ ગુરુભગવન્તની જરૂર છે. આપણે એ જ આશયથી ભગવાનની ભક્તિ કરીએ છીએ ને ? * આચાર્યભગવન્ત શ્રી જયસિંહસૂરિ મહારાજાના શિષ્ય આચાર્ય ભગવન્ત શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજાએ આ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણની રચના કરી છે. પ્રાય: પંદરસો વર્ષ પૂર્વેના કાળમાં આની રચના થઈ જણાય છે. મહાપુરુષો ભગવાનની વાત જ જણાવતા હોવા છતાં ગ્રંથમાં પોતાનું નામ લખે છે તે પોતાની મહત્તા વધારવા માટે નહિ, ગ્રંથરચનામાં ક્યાંય પણ કોઈ ક્ષતિ રહી હોય તો તે માટે પોતે જવાબદાર છે, પૂર્વપુરુષો નહિ : એ જણાવવાપૂરતું નામ લખે છે, બાકી નામની કોઈ જરૂર નથી. ગ્રંથમાં જેટલું સારું છે તેટલું ભગવાનનું છે, પૂર્વના મહાપુરુષોનું છે; જે કાંઈ સ્કૂલના-ખામી રહી ગઈ હોય તે મારા કારણે રહી છે તેમાં પૂર્વપુરુષોનો કોઈ દોષ નથી : એ સ્પષ્ટતા કરવા માટે ગ્રંથના રચયિતા તરીકે પોતાનું નામ જણાવે છે. સાથે સાથે પોતાની જાતને મંદબુદ્ધિવાળા જણાવીને પોતાની ક્ષતિને, બતાવ્યા વિના પણ જાતે સુધારવાની વિનંતિ પ્રાજ્ઞ જનોને કરે છે તેમજ અંતે જે સ્કૂલના રહી જવા પામી હોય (પૂર્ણ સાવધાની છતાં અનુપયોગાદિના કારણે) તેનું મિચ્છામિ દુક્કર્ડ પણ આપતા હોય છે. મંગલાચરણ : આ પ્રકરણની શરૂઆત કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે पत्तभवण्णवतीरं दुहदवनीरं सिवंबतरुकीरं । कंचनगोरसरीरं नमिऊण जिणेसरं वीरं ॥१॥ वुच्छं तुच्छमइणं अणुग्गहत्थं समत्थभव्वाणं । सम्मत्तस्स सरूवं संखेवेणं निसामेह ॥२॥ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 314