Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ શ્રી દર્શનશુદ્ધિ-પ્રકરણ અનન્તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિઓ અત્યાર સુધી અનન્તા થઈ ગયા. એ દરેકે આપણા હિતની ચિંતા કરીને આપણા ઉપકાર માટે શાસનનો પરમાર્થ આપણા સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો. એક આત્મા ઉપર અનન્તા મહાપુરુષોએ ઉપકાર કર્યા હોવા છતાં આપણે એ ઉપકારને ઝીલી નથી શક્યા, એનું કારણ એક જ છે કે આપણે ઉપકારને ઝીલવાની યોગ્યતા અત્યાર સુધી પામ્યા નથી, એવી યોગ્યતા પામવા માટે કોઈ પ્રયત્ન લગભગ કરતા નથી અને ભવિષ્યમાં કરીશું એવી ખાતરી આપી શકાય એવું નથી. હવે આ મહાપુરુષોનો યોગ પામી કાંઈક યોગ્યતા પ્રગટાવીએ તો સારું. * આપણે ત્યાં ભગવાન જે કહી ગયા તેને સૂત્રથી ગણધરભગવન્તોએ ગૂંચ્યું, અને પાછળના મહાપુરુષોએ ભાષ્ય, નિયુક્તિ, ટીકા, ચૂર્ણિ વગેરેની રચના કરી. એ બધાએ ભગવાનની વાત મંદબુદ્ધિવાળાઓને સરળતાથી સમજાય તે માટેનો પ્રયત્ન કર્યો. એ મહાપુરુષોના ગ્રંથો સાંભળવાનું ને વાંચવાનું ગમે, તો આજની આ જ્ઞાનપૂજા આપણને લાભદાયી નીવડે. આજે આપણને જ્ઞાન પ્રત્યે ઘણું બહુમાન છે ને? જેને જ્ઞાન પ્રત્યે બહુમાન ન હોય તેવાઓ પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરે, સ્તવના કરે તોપણ તે કામ નહિ લાગે. આપણા ભગવાન મહાન છે ને ? શા કારણથી ? સ. વીતરાગ છે માટે. ખરેખર માનો છો ? ભગવાન વીતરાગ છે અને આપણે રાગી છીએ. તો આપણો રાગ ઓછો થાય, દ્વેષ ઓછો થાય તો સારું એવી ભાવના છે ને? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 314