________________
ગ્રન્થનાયકના સુશિષ્યવર્ગ-વિદ્વાન ત્રિપુટી મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આદિ-જેઓ આ ગ્રંથમાં મૂળ પ્રેરણાભૂત છે, તેમજ જેમણે અપૂર્વ વિશ્વાસ સાથે મને ચરિત્રનું ચિત્રણ કરવા દઈ તેમજ બીજી બધી વાતમાં મારા નિર્ણયને માન્ય રાખી અને આ કાર્યમાં પ્રેર્યો છે-તેમનો આભાર માનું તેટલો ઓછો છે. આ ચરિત્રને ઘણે સુયશ તેમને જ ઘટે છે.
આ પુસ્તકની પ્રસ્તાવના તરીકે અપાયેલ લેખ “એ મહાપુરુષને એક હજાર આઠવાર વંદન' ના લેખક પૂજ્ય પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજના પ્રશિષ્ય, જૈન તેમજ જૈનેતર સમાજમાં પિતાની વિદ્વત્તા અને વિચારકતાથી પંકાયેલા, સાક્ષરવર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ છે. તેઓશ્રીના આ શ્રમ બદલ મારે તેમનો આભાર માનવો જ રહ્યો.
આ પછી અભિન્નહદયી ભાઈ રતિભાઈ કે જેમની સાથે આ ગ્રંથની મહેનત-મૂડીને મઝિયારે વહેંચવા જાઉં તો મારે ભાગ શું રહે તેની મને શંકા છે, તેથી તેમનો આભાર માન બાજુએ રાખી...
ગુજરાતના સુપ્રસિદ્ધ કળાકાર-અને તેથીય વધુ એક વહાલસોયા બંધુ જેવા, સમય કે સ્વાર્થને અળગાં રાખી – વખત કવખતના આગમનને પણ પ્રેમથી વધાવનાર, શ્રીયુત કનુભાઈ દેસાઈને આભાર જેટલો માનું તેટલો ઓછો છે. તેઓ જેટલા કુશળ કળાકાર છે તેટલા જ કુશળ માર્ગદર્શક ને પ્રેરક છે. આ ગ્રંથનાં રૂપરંગ અને સૌંદર્ય સુઘડતા વગેરે જે સારું હોય તે તેમનું જ કહેવાય!
મણિ મદ્રણાલયના મેનેજર શ્રીયુત સોમાભાઈ સજજનતા પણ પાને પાને બોલે છે. એટલે તેમનો તેમજ જ્યોતિ મુદ્રણાલયના માલિક શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહને, પ્રેસની તમામ સગવડ મારે હવાલે કરી આ પુસ્તકનો છેલો ભાગ જલદી તૈયાર કરી આપવા માટે. મારે આભાર માનવો રહ્યો. કુમાર કાર્યાલય અને બચુભાઈ રાવતને પણ સમયે સમયે દિશાદર્શન તથા કવર–જેકેટ છાપી શોભામાં વધારો કરવા માટે, મારે યાદ કરવા જોઈએ.
આ સિવાય ઘણાય મિત્રો છે. જેઓએ મને મિત્રભાવે મદદ કરી છે. આ પુસ્તકમાં અનેકાને પ્રેમ છે. મારું શું છે તે વાચકે શેધી લેવાનું છે. અને તેટલા પૂરતો મને ન્યાય આપવા વિનવું છું. ચારિત્રજયંતી, તા. ૮-૧૧-૬૬ માદલપુરા, પટેલનો માઢ એલીસબ્રીજ અમદાવાદ,
વિાહ ભાઈ વયર તા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org