________________
આ વાતમાં પણ હું કંઈ તટસ્થ રહી શક્યો છું કે નહિ તે પણ જાણી શક્યો નથી. યુરોપવીર, દાનવીર કાનેગીના મત મુજબ' જીવનચરિત્રનો લેખક હદય અને મસ્તિષ્ક (સદભાવ અને બુદ્ધિ) થી નીરોગી હે જઈએ.' એવા નીરોગીપણાનું સર્ટીફિકેટ મારી પાસે નથી. હું તે માત્ર એક જ વાક્યને અનુસર્યો છું:
“On the lives of remarkable men ink and paper sould least be spared,"
“નામાંક્તિ નરાનાં જીવનચરિત્ર પાછળ શાહી કે કાગળની હેજ પણ કસર કરવી જોઈએ નહિ' ! મહાકવિ ગેટેના આ મત મુજબ હું વર્ચો . શાહી અને કાગળ પર કેવા અક્ષરે ઉઠયા છે તેની ચર્ચા વિવેચકેને સે છું.
વર્તમાન પદ્ધતિનાં જીવનચરિત્રની મૂળ કળા પશ્ચિમથી આયાત કરેલી છે. પણ સુખની વસ્તુ તે એ છે કે આજે હિંદે એ કળા અપનાવી છે. જીવનચરિત્રો ભાવી પ્રજાના ઘડતરમાં બહુ અગ્રભાગ ભજવે છે અને દેશની કે જાતિની મહત્તાનાં સદા દર્શન કરાવે છે. જીવનચરિત્રો જેટલાં વંચાય તેટલાં લાભદાયક જ છે, પણ દિલગીર થવા જેવું છે કે આપણે ત્યાં જૈનોમાં એ વાત પર બહુ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. એ કારણે હજારો જૈનવીરોનાં જીવનચરિત્ર વિવાદાસ્પદ બનેલાં છે. મહામાત્ય વસ્તુપાળ ક્યારે જમ્યા, તેમની માતા કાણ? વિમળશાહે કે શાન્તિદાસ શેઠે રાજકીય મહત્ત્વનાં શાં કાર્યો કર્યા એના પૂરા ઉલ્લેખો પણ આપણી પાસે નથી. અરે ! ગઈ કાલના સમર્થ સાધુઓ, સમર્થ કળાકવિ ને કારીગરે પણ ભૂલાઈ જતા લાગે છે.
મેવાડનાં જીર્ણ મંદિરના સમારકામ પાછળ જીવન સમર્પણ કરનાર લલ્લુભાઈ જેવા વણિકને, સાત સાગર પાર જઈને અનેક કળા કારીગરીઓ દેશમાં લાવી વસાવનાર શાહદાગરોને કે બીજા
રહેનત રોટલે રળી ખાતા કે વિદ્યાવિશારદને કોણે આળેખ્યા છે? જૈનમાં આજે પારકાના દોષને પર્વતમ કરી જોવાને ને પોતાના દોષને ગુણ જોવાનો બજાર ગરમ છે. અને એથી જ જૈનેનું જીવન સંધ્યાના રંગો પ્રસારતું જોવાય છે.
ભૂતકાળની ભવ્યતા એ માતાનું ધાવણ છે. એ ધાવણ વગર બાળકે બધી વાતે રૂછપુષ્ટ ક્યાંથી બનશે? અલબત્ત! આજે ઘણું નષ્ટભ્રષ્ટ થયું છે. છતાં હવે પણ જાણવા જેવું છે. મળે તેટલી સામગ્રીથી પણ એ નરવીરોની અક્ષરતાં સરજવાની છે. અધુરું અધુરું તેય માતાનું ધાવણ બાળકને પુષ્ટ બનાવશે જ. પણ આયાના ધાવણથી ઉછેરેલું સંતાન “માતૃદેવો ભવ'ના મંત્રો શી રીતે ઉચ્ચારશે?
ઉપર્યુક્ત, મારા મનથી આવશ્યક લેખાતી, ફરજથી મેં આ કાર્ય કર્યું છે. આમાં ઘણી અપૂર્ણતા છે. સાંભળ્યા માત્ર પરથી જ આનું આલેખન કર્યું છે. લખીને વિચારી પણ શક્ય નથી. કોઈને બતાવવાની ફુરસદ પણ નથી મેળવી. છતાં એ જૈન ઈતિહાસનું એક ઉજજવલ પૃષ્ઠ છે ને આજના શ્રમણ અને શ્રાવક સમુદાયમાં પ્રવર્તતી અકર્મણ્યતા સામે એક દિશા દેનાર તારક છે તેમ સમજી આ જીવનથાળ મેં પીરસ્યો છે. સામગ્રી કે ઠાઠમાં ફેર હશે, છતાં તેથી જીવનની મહત્તામાં કશો ફેર નથી એ નિર્વિવાદ છે.
આટલા ટૂંકા નિવેદન પછી મારે મારા પૂજ, મિત્રો, મુરબ્બીઓ અને સનેહિઓને આભાર માનવાની ફરજ અદા કરવી જ રહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org