________________
થાય ત્યાંસુધી તેમાં પ્રાણ રેડી શકાય નહિ અને ધીરજ વિના મહાન કૃતિઓ પૂર્ણ થઈ શકે નહિ.
૨૦૦ વર્ષ સુધી અખંડ કામ કરીને ઇલુરાની ગુફાઓ પૂર્ણ કરનાર કારીગરમાં કેટલી ધીરજ હશે? દેલવાડાની અકેક કમાનમાં ત્રણ ત્રણ વર્ષ સુધી કામ કરનાર શિપીઓને કેટલી ધીરજ હશે ?
અને ઉચ્ચ જીવન સિવાય કલાની સંસ્કારી દષ્ટિ ટકી શકતી નથી જીવન, વિકૃત થતાં કલાદ્રષ્ટિ પણ વિકૃત બની જાય છે.
આજના શિલ્પીઓમાં આ ચાર ગુણો પૈકી કેટલા ગુણ નજરે પડે છે ? શિલ્પકલાનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારા આપણે ત્યાં મુઠીભર માણસ સિવાય નજરે પડતા નથી. એ શું ઓછા અફસેસની વાત છે ? એ વાત સાચી છે કે આપણા શ્રીમંતોએ ધીમે ધીમે આપણું કલાને ઉત્તેજન આપવાનું ભૂલી જઈ વિદેશી કલાને અપનાવવા માંડી ત્યારથી આ પણ દુર્દશા થઈ છતાં એમાં આપણે પણ કેટલાક અંશે દોષ છે. આપણું લક્ષ્ય એ તરફ જોઈએ તેટલું નથી અને તેથી એ દિશામાં આપણે બને તેટલા સુધારો કરવાની જરૂર છે.
આપણું જીવન જેટલાં સાદાં અને ઉન્નત જોઈએ તે ક્યાં છે ? તેમાં અનેક જાતના દુખ પસી ગયા છે અને જ્યાં સુધી તે દૂર ન થાય ત્યાંસુધી કલાદ્રષ્ટિ અને એકતાનતા ક્યાંથી આવી શકે ? તે માટે શિલ્પી ભાઇઓએ પિતાની શિલ્પકલાનું ગૌરવ જાળવી રાખવું હોય તો સારા પ્રમાણમાં વિદ્યા સંપાદન કરી, શિલ્પશાસ્ત્રના ગ્રંથને અભ્યાસ કરવો જોઈએ અને ગુગમથી અનુભવજ્ઞાન મેળવી આગળ વધવું જોઇએ.
આ શિલ્પશાસ્ત્રના ગ્રંથની રચના પણ તેવા ભાઈઓને મદદરૂપ થવાના હેતુથી જ કરવામાં આવી છે. આશા છે કે તેનો બરાબર ઉપગ થશે.
પ્રકારા,
"Aho Shrutgyanam