Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 10
________________ મહોલ્લાના મહેમાન એક મોટકડું ગામ. ગામમાં એક વિશાળ મહોલ્લો. મહોલ્લામાં ઘણાં ઘર. દરેક ઘરના આંગણામાં એક ગમાણ. ગમાણમાં ગાય-ભેંસ-બળદ બાંધેલા રહે. મહોલ્લામાં વૃક્ષો પણ ઘણા વૃક્ષો પર પક્ષીઓનો કલરવ ખૂબ ચાલે. આ વૃક્ષો કોયલ, કાબર, ચકલી, પોપટ વગેરે પક્ષીઓની ધર્મશાળા બની ગયેલા. મકાનનાં છાપરાંઓ ઉપર કાગડાઓનું નિવાસસ્થાન. મહોલ્લાની વચ્ચે એક મોટું મંદિર. મંદિરના શિખરે મોરનાં બેસણાં. મહોલ્લામાં ધોબી પણ રહે. ધોબીના ગધેડાના હોંચીં-હોંચીમાં ઘણી વાર ચકલીઓનું ચીંચીં દબાઈ જાય. મહોલ્લામાં એક દરબાર પણ વસે. તેમની થનગનતી ઘોડી એટલે મહોલ્લાનું ઘરેણું. | મહોલ્લામાં એક દિવસ બીજા કોઈ મહોલ્લાનો ધોળિયો કૂતરો ઘુસી ગયો. આમ તો આ મહોલ્લાના કૂતરા તેને પેસવા જ ન દે! પણ, ખબર નહિ, આ ધોળિયા કૂતરાએ શું જાદુ કર્યો, તે મહોલ્લામાં ઘુસી પણ ગયો અને વસી પણ ગયો. તેણે મહોલ્લાના બીજા કૂતરાઓને બરાબર પટાવી દીધા. તે બધા તેના ચમચા બની ગયા. પછી તો મહોલ્લાના બધા પ્રાણીઓ માટે તે આદર્શ બની ગયો. તેના નાદે ચડવું તે પ્રગતિનું એક લક્ષણ બની ગયું. તેની જેમ જે ચાલે તેનો વટ પડે! તેની જેમ જે દોડે તેનો વટ પડે! તેની જેમ જે ચપચપ ખાય તેનો વટ પડે! તેની જેમ જે ભર બપોરે રસ્તા વચ્ચે Pભવ્ય ભાષા માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 122