________________
વિશ્વવ્યાપી સર્ભાવ થવાનું સામર્થ્ય છે. “પ્રતિપધા શુભ શમન, નિશ્રેયસાધક શ્રમણ લિંગમ,
ક્ત સામાયિક કમાં, વ્રતાનિ વિધિવત્ સમારો.” જન્મ જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ પુર:સર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી, અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
નિરવદ્ય યોગોનું સેવન એટલે પાંચ મહાવ્રત વડે સંવર આરાધના છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે. મનુષ્યમાં રહેલી અધમવૃત્તિઓને નષ્ટ કરનારી છે. સમતા દુઃખોને દૂર કરે છે. અંતમાં મોક્ષના સુખ પહેલા જ પ્રશમરસનું સુખ પ્રાપ્ત કરાવે છે. સંવરનું યથાર્થ આરાધન તે સામાયિક આત્મકલ્યાણનું કારણ છે.
મનને આત્મભાવમાં રોપવા માટે તેની ભૂમિ શુદ્ધ હોવી જરૂરી છે. આત્મપરિણતિમાં મગ્નતા આવે ત્યારે આત્મિક ગુણોનો ભંડાર ખૂલે છે ત્યારે ભય, ખેદ, મોહ, સંશય જેવા મનોવિકારોથી મન મુક્ત થશે. સમતાની ભૂમિકા દેઢ થશે. પછી સુખ જ સુખ છે.
GO
૪૦