Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 212
________________ કષાયોથી ઉપશાંત થયેલ જીવને મોક્ષની અભિલાષા થાય છે. તેથી તેની ધર્મ શ્રદ્ધા દઢ થાય છે. મુમુક્ષુતા રહિત ધર્મ પ્રત્યે શ્રધ્ધા થતી નથી. આ ધર્મ શ્રધ્ધાનું ફળ વૈરાગ્ય છે. પૌદ્ગલિક પદાર્થોની વિરક્તિ વગર વૈરાગ્ય આવતો નથી. આ વૈરાગ્યથી ગ્રંથિ ભેદ થાય છે. અર્થાત્ વૈરાગ્યનું ફળ ગ્રંથિભેદ છે. આસક્તિથી બંધાયેલી મોહની ગાંઠ વૈરાગ્યથી ખૂલી જાય છે. ગ્રંથિભેદ થવાથી દર્શનમોહ ઉપશમ પામે છે. ત્યાર પછી દૃષ્ટિ સમ્યગુ બને છે. પરિણામે ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્ર પૂર્ણ થતાં મોક્ષ થાય છે. જગતની ચેષ્ટાઓને જ સ્પન્દન રહિત થઈને જૂએ છે (રાગાદિ ભાવ રહિત) તે જ સમ રહી શકે છે. વિકલ્પો અને ક્રિયાના ભોગથી દૂર તે સ્પન્દન રહિત છે. સમ્યકત્વ પ્રાપ્તિ પછી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે સિવાયનું ચારિત્ર કેવળ વેશ પરિવર્તન છે. ચારિત્રનો અર્થ આત્માને વિજાતીય તત્ત્વોથી દૂર રાખી સર્વથા મુક્ત કરવા. ત્યાર પછી આત્મા સ્વસ્વરૂપમાં અધિષ્ઠિત થાય છે. આ સાધ્ધ સિધ્ધિનું ફળ સમ્યકત્વ છે. ચારિત્રની ચરમ પરિણતિ મુક્તિ છે. જે આત્માઓ મુકિત પામ્યા છે, પામશે, પામે છે તો સૌ આ સમ્યકત્વના પ્રભાવથી પામ્યા છે. વીતરાગે જે જોયું તેનો ઉપદેશ કર્યો તેનું સમર્થન કર્યું. તે આજ્ઞા છે તે આજ્ઞા ભવ્ય જીવોની આત્મસિધ્ધનો હેતુ છે. ગૃહજીવન ક્લેશોથી ભરેલું છે, અને સંયમ જીવન જોશોથી મુક્ત કરે છે. મનુષ્ય શાંતિ ઈચ્છે છે પણ તે શાંતિ સંયમમાં છે તેની શ્રધ્ધા નથી કરતો, અસંયમ અશાંતિનું દ્વાર છે. શાંતિપ્રિય થવું છે તેણે સંયમપ્રિય થવું જોઈએ. શાંતિ પ્રિય છે તે પરપદાર્થોને પોતાના માનતો નથી. સંયમનો અર્થ છે નિષ્ક્રિયતા, અસત્ ક્રિયાનો સર્વથા નિરોધ થવો. તે શુધ્ધાત્માની પ્રાપ્તિ છે. પરંતુ સાધનામાં પ્રથમ પગલે એમ બનતું નથી તેથી ગુણસ્થાનક જેવો ક્રમ આપ્યો. તેવી પ્રાથમિક કક્ષાના સાધકે પ્રથમ અશુભ પ્રવૃત્તિઓનું સંવરણ કરવું. તે માટે અણુવ્રતમહાવત છે. પછી શુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. સામાયિક ઈન્દ્રિય ૨૦૯

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236