Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 211
________________ અનેક સંગ પ્રસંગમાં રહ્યો છતો સ્વભાવ સંગ પ્રસંગ રહિત છે. એવી દૃષ્ટિ કરનારને પરમાત્મા પ્રાપ્ત થાય છે. અવિરતિનું પાપ નજર સામે દેખાય તો ગૃહસ્થપણાથી છૂટાશે. સુખ ભોગવવાનો અધ્યવસાય તે અવિરતિ. ગૃહસ્થપણાનો ધર્મ પાળનારને સાધુપણું સુકર બને છે. માટે શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. ગૃહસ્થપણામાં, અવિરતિમાં રાખવા માટે સ્થિર થવા માટે નહિ. બરફની પાટના કોઈ ભાગમાં જેમ ગરમીનો અંશ નથી તેમ શુધ્ધ ચૈતન્ય સ્વભાવમાં રાગાદિનો અંશ નથી. ધર્મશ્રવણથી ખેદ દૂર થાય. કષાય શાંત થાય મૂઢતા દૂર થવાથી બોધ પામે, વ્યાકુલચિત્ત સ્થિરતા પામે. આખા ગામને આપણી પ્રત્યે દ્વેષ હશે તો કેવળજ્ઞાન અટકવાનું નથી પણ એકવ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો તે અટકશે. આત્મઅનભવથી જોતા સાધક જૂએ છે કે જે હું છું તે જ સર્વત્ર છે, ભેદ માત્ર દેહાકૃતિનો છે. અલગ અલગ પાણીના પાત્રમાં સૂર્યના પ્રતિબિંબનું વૈવિધ્ય જણાય છે તેમાં સૂર્યને શું ફેર પડે છે. આત્માની અનુભૂતિમાં અંતઃકરણ ક્લેશ, રાગ, દ્વેષ, મોહ, મમત્વ, અજ્ઞાનથી વિમુક્ત થઈ જાય છે. પ્રતિક્ષણ સ્વગુણનો પ્રવાહ વેહવા લાગે છે. વસ્તુ માત્ર પ્રત્યે રાગથી જે મમત્વ ઉત્પન્ન થાય છે તે હિંસા છે. તેજ આસક્તિ છે. તેનાથી આત્માને બંધન થાય છે. હિંસા તે મનુષ્યનો ધર્મ નથી અહિંસા સ્વધર્મ છે. અને તે જ તેની રક્ષા કરે છે. ત્યાં હિંસા સમાપ્ત થઈ જાય છે. પારકી વસ્તુ-પરભાવનું ગ્રહણ રક્ષણ અને વૃદ્ધિ કરવામાં અહિંસા સમર્થ નથી. તે આત્માની જાતની અવસ્થા નથી. અહિંસા આત્માનો અનુત્તર ગુણ-અવસ્થા છે. આત્મવિજ્ય એ પરમ વિજ્ય છે. આત્માની રક્ષા સાથે દેહની રક્ષા થાય તો ભલે, તે દેહ રક્ષા સંયમ માટે છે. આત્મા ગુમાવીને દેહ રક્ષા કરવી તે સાધક માટે ઈષ્ટ નથી. આત્માની સુરક્ષા સુખ અને અરક્ષા દુઃખના કારણ છે. માટે આત્મા જાણો, સંયમમાં રાખો તે ધર્મસાર શ્રી મહાવીરે કહ્યો છે. ૨૦૮

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236