Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 209
________________ સંસાર શેર બજાર જેવો છે ઉતર ચઢ થાય ચક્રવર્તી નરકે જાય. તિર્યંચ દેવ થાય નારકી મારીને તિર્થંકર થાય. લીંગ એટલે વેષ અને ધર્મ એટલે શુધ્ધ પરિણામ. દુનિયાની કોઈ ચીજ આંખે ચડે નહિ, હૈયે અડે નહિ અને સાધનામાં નડે નહિ તે અધ્યાત્મ. એકના એક ભોજન, પૈસા, સ્ત્રીઆદિમાં કંટાળો ન આવે એકના એક નવકાર ગણવામાં કંટાળો આવે ? તેને સાચા સુખની ખબર નથી. આપણને જે ન ગમે તે બીજા માટે ન કરીએ તે ઔચિત્ય. ભયંકર ગરમીમાં પણ ઝાડના પાન લીલા છમ રહે છે કારણકે ધરતીમાંથી મૂળિયા જળપાન કરે છે. તેમ આગ જેવા રાગરૂપી સંસારમાં જીવ જો સત્સંગનું જળ ધારણ કરે તો સંસારની આગથી બચી શકે. દોષો અને તેના સહાયક કાર્યોને આશ્રવ કહેવાય અને ગુણોના સહાયક કાર્યોને સંવર કહેવાય. ભૌતિક ચીજો પર રાગ થાય, જેનું સાનિધ્ય ગમે, જેનો સંપર્ક ગમે જેની માલિકી ગમે જેના સ્મરણાદિમાં હૂંફ લાગે તે મમત્વ. અણગમતી ચીજો ન ગમવા છતાં સ્વીકાર કરવો સહેલો છે. પણ મળેલી સારી વસ્તુ છોડવી કઠણ છે. રાગને મંદ પાડવાના-છોડવાના પ્રયત્નને તેની વિચારધારાનેભાવનાને વૈરાગ્ય કહેવાય છે. ઘરમાં રહેવું ઠીક છે પણ ઘર મનમાં ઘૂસી જાય તેનો વાંધો છે. મોક્ષના અધિકારી સાધુ છે. ચારિત્રવિણ નહિ મુક્તિ. મોક્ષ માટે ધર્મ કરું છું તેમ સાધુ બોલે, શ્રાવક બોલે સાધુ થવા ધર્મ કરું છું. પાપ આત્મગુણઘાત કરે પુણ્ય પણ આત્મ ગુણનો ઘાત કરે (સુખબુદ્ધિ) પાપ પણ બાળે પુણ્ય પણ બાળે પાપ બાવળના લાકડાનો અગ્નિ છે પુણ્ય સુખડના લાકડાનો અગ્નિ છે. દાળમાં મીઠું વધારે પડે તો દાળ બગડી કે મીઠું બગડયું? ક્રિયા ફળને સાધી ન આપે તો તે નકામી ગણાય છે. તેમ જ્ઞાન પ્રયોજનને સિદ્ધ ન કરે તો તે નિરર્થક છે. કર્તવ્યતાનું જ્ઞાન એ જ્ઞાન ૨૦૬

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236