Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 227
________________ બહારમાં કંઈ કરવાના ભાવ ભલે તે ધર્મ રૂપ હોય તો પણ પ્રવૃત્તિ મનુષ્યની ચિરસંગિની છે. એટલે જીવ કંઈ અનુષ્ઠાન કરે ત્યારે તેને લાગે છે કે ધર્મ કર્યો, એટલે તે છોડી શકતો નથી. સાધક નિવૃત્તિને માર્ગે ચઢે છે ત્યારે તેની પાસે પહેલાની પ્રવૃત્તિ તો છે પણ તે નિવૃત્તિને બાધક થવી ન જોઈએ. તે પ્રવૃત્તિ તેને ભટકાવી દેતી નથી કારણ કે નિવૃત્તિને અભિમુખ છે જે પ્રવૃત્તિનો પ્રવાહ નિવૃત્તિ તરફ લઈ જતો નથી તે જીવને સ્વથી દૂર લઈ જાય છે. અને તે જ સંસાર છે. બાધક પ્રવૃત્તિના પાંચ પ્રકાર છે. મિથ્યાશ્ત : તત્ત્વ પ્રત્યે અરૂચિ, વિપરીત શ્રદ્ધા. અવિરતિ : પાપજનિત પ્રવૃત્તિ, પૌલિક સુખો પ્રત્યેની અંતરલાલસા. પ્રમાદઃ ધર્માચરણ પ્રત્યે અનાદર. કષાય : આત્માનો આંતરિક મળ-ઉતાપ. યોગ : મન, વચન, કાયાની પ્રવૃત્તિ. સંસારથી મુક્ત થવા કર્મનો ક્ષય થવો જોઈએ. તે માટે શ્રી મહાવીરે અણુવ્રત અને મહાવ્રતને સ્થાન આપ્યું. શ્રી બુદ્ધ શીલને સ્થાન આપ્યું. પાતંજલ યોગાચાર્યે યમ નિયમને સ્થાન આપ્યું. ગીતામાં કર્મેશુ કૌશલમ્ કહ્યું. આ સર્વેનો સાર છે. અસાર પ્રવૃત્તિના પ્રવાહને અટકાવો. અહિંસાદિ સત્ પ્રવૃત્તિઓ સાથે જોડાણ થાય તે શુભ પ્રવૃત્તિઓ ફલાકાંક્ષા કે વાસના રહિત હોય છે ત્યારે સાધક નિવૃત્તિના માર્ગે ચાલ્યો જાય છે અનુક્રમે પૂર્ણ નિવૃત્તિ સ્થિતિ સાધકમાં સર્જાય છે તે મુક્ત થાય છે તીવ્ર કષાયથી મુક્ત આત્મામાં આત્મ દર્શનના ભાવ જાગ્રત થાય છે. તે આત્મ દર્શન એ જ સમ્યગ્દર્શનરૂપ પરિણતિ છે. તેનું વ્યવહારિક રૂપ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. એવા નિવૃત્તિયુક્ત યોગીઓનો સંપર્ક પવિત્રતાને કારણે સન્માનીય બને છે. ધર્મ આત્મવિકાસનું સાધન છે. જે વ્યક્તિગત હોય છે, સામૂહિક ધર્મના પ્રકારો વ્યક્તિમાં ધર્મભાવના પ્રવાહિત કરે છે તેથી કથંચિત ઉપાદેય મનાય છે, પણ તે જયારે વાડાબંધી બને છે ત્યારે વ્યક્તિની ૨૨૪

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236