________________
છે. તે માટે મન અને ઈન્દ્રિયો સાથે જોડાવું નહિ. અથવા શાતાતટસ્થ રહેવું. સત્પ્રવૃત્તિથી પાપની નિર્જરા થાય પણ પુણ્યપ્રકૃતિનો સંગ્રહ થાય છે તેથી જીવ મુક્ત થતો નથી. છતાં તેમાં તીવ્ર કર્મબંધન નથી. આત્મા સ્વસન્મુખ થાય ત્યારે તે કર્મોથી છૂટી જાય છે.
તાર્કિક કે કાલ્પનિક વાતો સાચી હોય કે ના હોય, અનુભૂતિ સદા સત્ય હોય છે. તાર્કિક વ્યક્તિ માનવા સુધી પહોંચે છે. અનુભૂતિ જાણવા-અનુભવવા લાગે છે. આત્માનાં મૂળ ગુણ જ્ઞાન-જાણવાનો છે. તે આવૃત થવાથી જાણવાને બદલે માનવામાં ફેરવાય છે, તો પણ જો જ્ઞાનગુણ અનાવૃત્ત થતો જાય તો માનવાને બદલે જાણવા તરફ જઈ શકાય વળી માન્યતાનું ફળ નથી પણ અનુભવનું ફળ છે. હું પરને જાણું છું તેથી હું છું તેમ નથી. હું છું તે નિરપેક્ષ અસ્તિત્વ છે, બીજાઓ મને જાણે છે તેથી હું છું તેમ પણ નથી. હું સ્વપર પ્રકાશકજાણનાર છું. તેથી હું મને અનુભવું છું, બીજા પણ અનુભવે છે અનુભવ જ હંમેશા સત્ય છે.
અહિંસા = હિંસા કરવી નહીં તે નિષેધરૂપ કથન છે. પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી, વાત્સલ્ય, રાગાદિ ભાવના તે વિધિરૂપ છે. રાગાદિ ભાવ ભાવહિંસા રૂપ છે તેથી અહિંસા શુધ્ધતા પામતી નથી, તે માટે આત્માને પવિત્ર રાખવો પડે છે. એ પવિત્રતા અહિંસારૂપે ચમકી ઉઠે છે, તે પોતાને જાણે છે તે રીતે સર્વને જાણે છે. માટે અહિંસા પરમો ધર્મ છે. ધર્મની આધારશીલા અહિંસા છે.
અહિંસક સહિષ્ણુ હોય છે. તિતિક્ષા તે અહિંસાનું પૂરક બળ છે. હિંસા પ્રતિકારને જન્મ આપે છે. જેમાં ભય, વિરોધ આક્રોશ વગેરેનું બળ હોય છે, તેથી આત્મબળ ટકતું નથી તેથી તે દુઃખમાં ટકી શકતો નથી અહિંસક દુઃખમાં સમતોલપણું રાખી શકે છે. સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ અહિંસાના જ રૂપ છે.
વ્યક્તિમાં પ્રથમ મોક્ષનો અદ્વેષ, રૂચિ, અભિલાષા અર્થાત્ સંવેગ હોય છે તે ધર્મની શ્રદ્ધા છે. જ્યાં સુધી જીવમાં આરાધકભાવ નથી હોતો ત્યાં સુધી જીવને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થતી નથી. ધર્મ શ્રદ્ધાનું પરિણામ વૈરાગ્ય છે. જેથી પૌદ્ગલિક પદાર્થોની આસક્તિ ઘટે છે. વળી વૈરાગ્યનું
૨૨૨