Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 224
________________ જીવને સૂમબોધ કે ભેદ વિજ્ઞાન એટલા માટે જ આવશ્યક છે કે જે સૂક્ષ્મ દોષને જાણે અને દૂર કરે. ધ્યાન-ચિત્તની એકાગ્રતા, આત્મા સાથે મનનું સંયોજન કરવું. તેમ કરવામાં પ્રથમ મનની પવિત્રતા જરૂરી છે. મનમાં અસંખ્ય સંસ્કારો છે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, કામ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, સંજ્ઞા વિષયો વિગેરે વિકારો મનને મલિન કરે છે તેથી મન ચંચળ રહે છે તે આત્મામાં કેવી રીતે સંયોજિત થાય? તપાદિ દ્વારા કે મૈત્રી આદિ ભાવના દ્વારા કે ક્ષમા આદિ ગુણો દ્વારા, આકાંક્ષા રહિત ભાવ દ્વારા તેને તૈયાર કરવું, અર્થાત્ પવિત્ર કરવું. ચેતના આ મન દ્વારા બહિર્મુખ બને છે. માનસિક સમતા દ્વારા તેને અંતર્મુખ કરવી. વળી મન નિરંતર ઈન્દ્રિયના સંપર્કમાં રહેવાથી ચંચળ બને છે. માટે તેને ઈન્દ્રિયોથી વિમુખ કરવું તો તે આત્માભિમુખ બનશે. તપનો અર્થ કેવળ શરીર કે કર્મને તપાવે એટલો જ નથી. પણ મન વાણી અને ઈન્દ્રિયોને તપાવવી, એ ત્રણે તપે છે ત્યારે આત્માની શક્તિ પ્રગટ થાય છે. એકલું શરીર તપે ત્યારે અહમ વધે છે, કે મેં તપ કર્યું છે. શરીર અને ઇન્દ્રિયો તપે છે ત્યારે સંયમ વધે છે, અને શરીર, ઇન્દ્રિયો અને મન ત્રણે તપે છે ત્યારે આત્માની શક્તિ પ્રગટ થાય છે, પરંતુ જો શરીર ઈન્દ્રિયો મના બુદ્ધિ ચારે તપે છે ત્યારે આત્માનુભૂતિ થાય છે. વળી તપ આસક્તિ નિવારણ, અને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. વૈરાગ્ય દ્વારા મનાદિ પવિત્ર થાય છે. તેથી અંતરમૂખતા વધે છે. એથી આત્મત્વ પ્રગટ થાય છે. મુમુક્ષનું ચરમ લક્ષ્ય આ છે. મહત્ અંશે જીવો એમ માનતા હોય છે કે અશુભ પ્રવૃત્તિ કે ભાવ છોડવા તે તો બરાબર પણ શુભ પ્રવૃત્તિ અને શુભભાવ શા માટે છોડવા ? અશુભ શુભ બંને પરભાવ છે. તેનો નિરોધ થાય તો આત્મસ્વભાવ પ્રગટે તેનું સાધન ધ્યાન છે. એ ધ્યાન એટલે સ્વમાં રહેવું પરનો સ્પર્શ-વિકલ્પ ન કરવો. તો જ કર્મક્ષય થઈ શકે. અશુભ કે શુભભાવથી પુગલ કર્મ ગ્રહણ થાય છે બહારથી નિષ્ક્રિય થવું તે મહાન તપ છે. તેથી સ્વભાવમાં સમાધિ રહે છે, જ્યાં આત્માનુભૂતિ ૨ ૨ ૧.

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236