Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 222
________________ જીવ સત્ અસત્ સંસ્કારથી બંધાયેલા હોય છે તે પૂર્વ સંચિત સંસ્કાર ધર્મથી ક્ષીણ થાય છે. અધર્મથી અસાર સંસ્કારોનો સંચય થાય છે. આમ ધર્મ અને અધર્મ નિરંતર ક્રિયાશીલ છે. માણસ મૃત્યુ પામે પછી સ્વજનો તે જીવની શાંતિ માટે અંતરાયકર્મની પૂજા ભણાવે. અરે ભાઈ તે જીવે જ્યારે અહીં હતો ત્યારે બધા અશાંતિના જ ધંધા કર્યા હતા. હવે તેના નામે પૂજા ભણાવો તો તેને શાંતિ કેવી રીતે પહોંચે ? તેને શાંતિ જોઈતી જ ક્યાં હતી? તમે પૂજા ભણાવો ભલે તમે સારાભાવ કરો તો લાભ પણ બધું વ્યવહારમાં જ જાય છે. એટલે ન તમને શાંતિ મળે ન એ જીવને મળે. તેથી સમજો આત્મશાંતિ શું છે. ? જે એમ સમજે કે હું તો જ્ઞાન દર્શન સ્વરૂપ છું. આ બહારના સંયોગો છે તે મને કંઈ લાભકર્તા નથી. મારા સ્વરૂપમાં શાંતિ છે તે નરકમાં પણ આત્મામાંજ રહે છે ખંડિત થતી નથી. અને દેવલોકમાંથી પણ જતી નથી. સ્વરૂપ શાંતિ સ્વરૂપમાં રહે છે. બહારથી મળતી નથી. ધન પ્રાપ્તિ એ ધર્મનું ફળ નથી પુણ્યનું ફળ છે. ધર્મનું ફળ આત્મશાંતિ, ધૈર્ય, નિર્ભયતા, સન્ત્લન, ક્ષાદિ ગુણ છે. મૂળ તો સ્વભાવમાં સ્થિતિ એ ધર્મ છે. જે ધર્મથી જ્ઞાન અને દર્શન અનાવૃત થાય છે. જીવને આત્મશાંતિ મળે છે. કબીર મારગ કઠિન હૈ ૠષિ મુનિ બૈઠ થાક, તહાં કબીર ચઢ ગયા, ગહ સાદ્ગુરુકા હાથ. બહારની પકડ ઢીલી કરો, સનાતન સ્ફૂરિત એવા ઉપયોગને બહાર ભમાવો નહિ. બહાર જેટલી સુરક્ષા ઉભી કરશો તેટલા ભય, દુઃખ, અશાંતિ વધશે, તેથી મુક્ત થવા અંતરાત્મામાં ઉતરો, તે શાશ્વત છે. ત્યાં ભય નથી. હું અભય છું શાશ્વત છું માત્ર શબ્દ રટણ શું કરશે ? અનુભૂતિમાં જગતમાં જીવ જૂએ છે કે જે હું છું તે સર્વત્ર છે. ભેદ કર્માધીન દેહનો છે. પાણીના વિવિધ પાત્રોમાં સૂર્યનું પ્રતિબિંબ તે આકારે થાય છે તેમાં સૂર્યને શું ફેર પડે છે ? આત્મા એવોજ છે. સમ્યગ્દષ્ટિ જીવ અત્યંત દુઃખી છે. નારકમાં જીવોના જેવું દુઃખ લાગે છે કે કારણકે આત્મિક સુખ અનુભવ્યું છે. અને ઉદય સંસારનો છે. અરે ચક્રવર્તી પદે હોય તો ૨૧૯

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236