Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 220
________________ તરંગને સાગરનો અનુભવ નથી હોતો, તે સાગરને આધારે આવે છે જાય છે, સાગરમાં રોકાતા નથી પછી સાગરનો તાગ કેવી રીતે મેળવે ? તેવી રીતે મન વિકલ્પોથી શાંત થાય તો તેને આત્માના આનંદનો અનુભવ થાય. મોક્ષ આત્માની વિશુદ્ધ અવસ્થા છે ત્યાં શરીર, ઈન્દ્રિયો મોહ, રાગ, દ્વેષ, જન્મ-મરણ, હર્ષ શોકનો સર્વથા અંત છે. આત્મસુખ મેળવવા શું કરવું? વાસ્તવમાં સર્વથી નિવૃત્તિ થઈને ધ્યાનમાં હોવું તે સાધન છે. ઈન્દ્રિયાદિમાં સુખ નથી તેમ દઢ રીતે માનવું. પછી બહિર્મુખતા છૂટી જાય છે. ત્યારે અંતરલીનતા આવે છે. તે સમયે ચેતનાનો શુધ્ધ વ્યાપાર જ્ઞાનરૂપે ચાલુ રહે છે તે જ્ઞાનમાં આત્માના આનંદનું વેદન અનુભવાય છે. તે આનંદ એવો છે કે જીવ તેનાથી વિમુખ હોતો નથી. કારણકે બહારની આકાંક્ષાનો સ્ત્રોત ત્યાં સૂકાઈ જાય છે. બાહ્ય પદાર્થોની અનઉપસ્થિતિમાં તે આનંદનો અભાવ નથી થતો. તે શુધ્ધ અને પવિત્ર છે. તે ઈન્દ્રય ગમ્ય નથી. જેણે સમતા કે માધ્યસ્થ ભાવનો એક નાનો શો અનુભવ કર્યો છે તે તેમાં આગળ વધશે, પછી ઉપદેશની જરૂર નહિ રહે. આત્માનું જ્ઞાન સમ્યગુજ્ઞાન છે, આત્મામાં આસ્થા તે સમ્યગ્દર્શન છે. આત્મ પ્રાપ્તિની પ્રવૃત્તિ તે સમ્યગુ ચારિત્ર છે. વ્યક્તિ, વસ્તુ અને પદના અનુકૂળ સંયોગમાં જીવ રાજી થાય છે, અને વિયોગમાં દુઃખી થાય છે. સંસારમાં સંયોગ હોય તેની પાછળ વિયોગ હોય, કારણકે તે કર્માધીન છે. દીકરાને મા ગમતી હતી પણ લગ્ન થયા એટલે પરિણામે પલટો કર્યો. પ્રથમ રાગનો સંયોગ હતો પછી રાગભાવનો વિયોગ થયો. વસ્તુનો સંયોગ પણ કર્માધીન છે આજે જે વસ્તુ મળી તે નાશ પામે તેના સંયોગમાં જીવ રાજી થયો તો વિયોગમાં દુઃખી થયો. આજે કોઈ પદ મળ્યું તે પદથી ભ્રષ્ટ થવાય તો જીવે દુઃખી થવાની જરૂર નથી કારણ કે તેમાં આત્મામાં કંઈ જતું નથી અને આત્મામાં કંઈ આવતું નથી સંયોગનો વિયોગ સ્વીકારી લેવો. આત્માનુભૂતિ તર્ક પ્રધાન કે બુદ્ધિ પ્રધાન નથી. આત્મા છે કે ૨૧૭

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236