Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 218
________________ પકડી રાખે છે. માને છે આમાંના કોઈક તો મને રક્ષણ આપશે. તેથી ધનાદિનો સંગ્રહ કરે છે. ધર્મ કહે છે તે સર્વે પદાર્થો અસ્થાયી છે તને કેવી રીતે રક્ષણ આપશે માટે તેના તરફથી મમત્વની પકડ છોડી દે. પણ જીવે અસ્થાયી તત્ત્વોનો અનુભવ કર્યો નહિ હોય તો તે મૃત્યુ સમયે દેહ તો છોડી દે છે પણ વાસના તો સાથે જ લઈ જાય છે. અને ત્યાંને ત્યાંજ પાછો ઉત્પન્ન થાય છે. પણ જો નિત્ય છે તેને પકડે તો તે સ્વયં સાથે જ રહે છે. આ સૃષ્ટિ સંયોગાત્મક છે. બધા જ પદાર્થોના સંબંધો સંયોગાત્મક છે. જેનો સંયોગ તેનો વિયોગ અવશ્ય હોય છે તેનો સ્વીકાર કરીને જીવો પછી વિકલ્પ શો ? સંતાપ શો ? ધર્મ જીવનમાં સર્વસ્વ બની જાય છે ત્યારે જ જીવન પવિત્રતાથી સુવાસિત થાય છે તેજ આત્માનુભૂતિ છે. કારણકે ધર્મનો સંબંધ બાહ્ય પદાર્થો સાથે નથી કે જગત સાથે નથી તે આત્માનો સ્વભાવ છે, ગુણ છે. સ્વભાવરહિત સુખની પ્રાપ્તિ આકાશકુસુમવત્ છે. ધર્મ એ સમ્યજ્ઞાન દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ છે. તે જ આનંદમય પૂર્ણ સ્વરૂપ છે. તેવા ધર્મનું શરણ જ આત્માને સ્વયં પ્રાપ્ત કરે છે. તે સિવાયના શરણ અશરણ છે. સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક છે. મૃત્યુ પછી પોતાનું માનેલું બધુંજ ખોવાઈ જાય છે. જન્મ મરણ થવા છતાં જે અખંડ રહે છે તે જીવનું અસ્તિત્વ છે. તેની શોધ કે પ્રાપ્તિ તેજ બોધિ અથવા સ્વની પ્રાપ્તિ છે. જીવને બંધન આવરણ છે. મુક્તિ નિરાવરણ છે. આત્મજ્ઞાનનો, દર્શનનો કે ચારિત્રનો વિકાસ આવૃત્ત દશામાં થતો નથી, નિરાવરણ દશામાં થાય છે. બંધન છે ત્યાં મુક્તિ નથી મુક્તિમાં કોઈ બંધન નથી. આત્માનું સ્વભાવમાં રહેવું તે મુક્તિ છે. આત્માનું કર્મના પ્રભાવમાં રહેવું તે બંધન છે. આ કર્મના પ્રભાવમાં જીવ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય અને યોગ જેવા હેતુથી બંધાય છે આ પાંચેનો સંગ્રાહક શબ્દ આસ્રવ છે. જેના કારણે કર્મબંધ થાય છે. સુખની પાછળ દુ:ખ રહેલું છે. એટલે જીવ જાણે છે કે તે સુખની ખોજ કરે છે પણ વાસ્તવમાં તે દુઃખનું સર્જન કરે છે. ૨૧૫

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236