________________
શુભભાવથી થતું પુણ્ય એ મુક્તિનું સાધન નથી પુણ્યનું ઉપાર્જન કરનાર અંતરમાં સુખની ઈચ્છા સેવે છે. તેને આત્મસુખ પ્રિય નથી, માનો કે કદાચ તે આવી જાય, તો મુલતવી રાખે કારણ કે તે ઈચ્છે છે પૌદ્ગલિક સુખભોગ. આ સુખભોગની ઈચ્છા તેને બંધનોથી મુક્ત કરાવી ન શકે. પુણ્યની પરંપરા જ દુઃખ તરફ લઈ જાય છે. પુણ્યથી સુખભોગની સામગ્રી, સામગ્રીમાં વૈભવ, વૈભવથી યશકીર્તિ, તેમાંથી બહિર્મુખતાથી મૂઢતા, આ મૂઢતા એટલે મુઠ્ઠવસ્થા જેનાથી વ્યક્તિ પાપમાં લિપ્ત થઈ જાય છે. માટે સાચો સાધક પુણ્ય નથી ઈચ્છતો. દુઃખ જો મુક્તિનું કારણ બને તો તે દુઃખ સહેવા તૈયાર છે. તે જાણે છે કે સ્વભાવથી મોક્ષ છે. પુણ્ય કે પાપની નથી.
આત્મબોધ : જ્ઞાની પદાર્થને જાણે પણ રાગ દ્વેષના ભાવ ન કરે. કેમકે તે તે પદાર્થોનો સાંયોગિક સંબધ છે તે આત્માના થઈ શક્તા નથી તેવું જ્ઞાન વર્તે છે. કે હું તો જ્ઞાન દર્શન સ્વરૂપ છું.
- ત્યાગમાં આનંદ આવતો નથી કારણ કે સંસ્કારવશ ભોગની વૃત્તિઓ ચાલુ છે, એટલે ત્યાગ પછી તરત જ જીવ ભોગના પરિણામ કરે છે. ત્યાગના કાળે જો વૈરાગ્યના ભાવ થાય તો ત્યાગથી નિર્જરા થાય, વૈરાગ્યથી આત્મજ્ઞાન થાય.
જેમકે ઉપવાસ કર્યો પરંતુ જ્યારે પારણું કરે ત્યારે તેમાં ઓતપ્રોત થઈ જાય એટલે ભોગવૃત્તિ થાય પરંતુ ઉપવાસનું સાચું સ્વરૂપ જાણ્યું હોય કે ઉપવાસ એટલે આત્મભાવમાં રહેવાનું અથવા રહ્યો હોય તો જીવને ભોગવૃત્તિ ન ઉઠે.
મનુષ્ય કર્મ બાંધવામાં સ્વતંત્ર છે, પરંતુ તેના ઉદયમાં તેને પૂર્વકર્મને વશ થવું પડે. અર્થાત કર્મના ફળ ભોગવવામાં પરતંત્ર છે. છતાં તે મુક્ત થવા ઈચ્છે તો ભેદવિજ્ઞાન-આત્મજ્ઞાનથી મુક્ત થઈ શકે છે. કર્મ તો ભોગવવા પડે છે તો પણ તે કર્મનો કર્તા ભોક્તા બનતો નથી જ્ઞાતા રહે છે.
મનુષ્ય વિનશ્વર સુખને જુએ છે, તે સુખને વણસતા જૂએ છે છતાં તેની સમજમાં આવતું નથી કે શાશ્વત સુખ હોવું જોઈએ. તે સુખ-દુઃખના કંઠથી મુક્ત છે. માનવમન તરંગિત વિકલ્પાત્મક છે.
૨૧૬