Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 223
________________ પણ દુઃખી છે. કેમકે તેમાં સ્વભાવનું સુખ નથી. ગૌતમસ્વામી ભગવાનની નિશ્રામાં હતા પરંતુ રાગને કારણે બધ્ધ હતા. તેમની મોક્ષની ઝંખના તીવ્ર હતી. તેથી તો અષ્ટપદની યાત્રા કરવા ગયા ભગવાને કહ્યું હતું કે તારો આ ભવમાં મોક્ષ છે. પછી યાત્રાએ જવાનું પ્રયોજન શું! પણ મોક્ષની ઝંખના હતી. વીતરાગનો રાગ સંસારમાં ડૂબાડે નહિ પરંતુ રાગ પ્રશસ્ત હોય તો પણ મોક્ષમાં બાધક થાય. ભગવાનના નિર્વાણથી દુઃખી થયા પરંતુ જ્ઞાન હતું તે યથાસમયે પ્રગટ થયું અને કેવળજ્ઞાન પામ્યા. આપણને ધોમધખતા તડકામાં બેસતા ચાલતા દુઃખનો અનુભવ થાય છે. અને વૃક્ષની છાયામાં બેસતા સુખનો અનુભવ થાય છે. વાસ્તવમાં દુઃખનો અનુભવ થયો તે અશાતા વેદનીયનું કર્મ છે અને સુખનો અનુભવ થવો તે શાતા વેદનીયનું કર્મ છે. પરંતુ ધોમધખતો તડકો કે વૃક્ષની છાયા એ કોઈ કર્મથી થતું નથી તડકાની ગરમી કે વૃક્ષની છાયા તે તેમની અવસ્થાઓ છે. તે કોઈ સુખદુઃખ ઉપજાવી શકે નહિ બાહ્ય અવસ્થાઓ કે સંયોગો કર્મના ઉદયમાં નિમિત્ત બને છે. એમ કર્મનો પરિપાક સ્વયં અને નિમિત્ત એમ બંનેથી થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, બુદ્ધિ, પુરૂષાર્થ, પૂર્વબધ્ધ, કર્મો વિગેરે ઉદયને અનુકૂળ નિમિત્તે પામી કર્મ સ્વયં કર્મવરૂપે પરિણમે છે. તેથી કર્મફળની પ્રાપ્તિમાં ઘણું વૈવિધ્ય, વિચિત્રતા અને વિષમતા જોવા મળે છે. ધર્મની મહત્તા એ છે કે ધાર્મિક વ્યક્તિ દુઃખોથી ગભરાતી નથી. તે એમ માનીને સહે છે કે મારો ભાર હળવો થાય છે. વિપત્તિમાં ધીરજ હોવી તે તો ધાર્મિક મહાન પુરૂષોનું લક્ષણ છે. સોનાની શુદ્ધિ માટે અગ્નિસ્નાન જરૂરી છે તેમ આત્મશુદ્ધિ માટે કાગ્નિ અપેક્ષિત છે. ધાર્મિક વ્યક્તિ વર્તમાનના કષ્ટોને ધીરજથી સહે છે અને ભાવિના દુઃખોને કોને નિમંત્રણ આપે છે, જેને માટે તે વિવિધ તપ કરે છે એમ સર્વ કર્મોનો નાશ કરે છે. એ ત૫ મન ઈન્દ્રિયો, શરીર સર્વનું તપન થવાથી થાય છે. કેવળ બાહ્યતપથી થતું નથી. મોટી માયા સબ તજી, ઝીણી તજી ન જાય, પીર પયગંબર ઓલિયા, ઝીણી સબકો ખાય. ૨૨૦

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236