Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 221
________________ નથી તેવા તર્કો આત્મશોધ નહિ કરી શકે. વૈજ્ઞાનિક લાપ્સાસે વિશ્વની સમગ્ર વ્યવસ્થાનું સ્વબુધ્ધિ વડે પાંચ ખંડોમાં લખેલું પુસ્તક રજુ કર્યું. નેપોલિયને તે જોયું પછી તેમના પ્રધાને જોયું. અને કહ્યું કે આમા ઈશ્વરનું નામ નથી. લાપ્યાસે કહ્યું કે હું ઈશ્વરને માનતો નથી. પ્રધાને કહ્યું કે આ સમગ્ર વ્યવસ્થામાં ઈશ્વરનું નામ હોવું જોઈએ કારણકે હું માનું છું કે ઈશ્વર છે. નેપોલિયને પુસ્તક બંધ કરીને કહ્યું કે તમે બંને સાચા કે ખોટા કેમ કહું ? કારણ કે તમે બંનેએ ઈશ્વર જોયા નથી તમે બંને માત્ર માનો કે ઈશ્વર છે કે નથી. ઈશ્વરની માન્યતાનું મૂલ્ય શું હોય ? અનુભવનું મૂલ્ય છે માનવા સાથે અજ્ઞાન હોઈ શકે છે. અનુભવવું પ્રકાશમય છે. જૈન ધર્મનો કોઈક અનુરાગી મહાવિદેહ જવાની ભાવના કરે છે. પણ અહીં રાગ છોડવા તૈયાર નથી. રાત્રિભોજન ત્યાગ કરવા તૈયાર નથી. સામાયિક જેવું અનુષ્ઠાન નથી. ત્યાં શું કરવાનો ? આઠમે વર્ષે દીક્ષા ? અરે અહીં તો કંઈ સામર્થ્ય નથી તો ત્યાં જઈને શું કરવાનો ? અહીં પડતો કાળ છે પણ થોડા સયમમાં કાર્ય થાય તેવું છે તે તો કરી લે. મહાવિદેહમાં લાખો, કરોડો વર્ષ સાધનામાં રહેવાનું છે. ભલે ત્યાં તેજીનો કાળ હોય પણ સામર્થ્ય વગર શું કરશો ? અહીં મંદી કાળ છે છતાં કાર્ય સિધ્ધ થાય તેવું છે. અહીં એક પૌષધ કરવાના ઘાંઘાં છે અને ત્યાં આઠમે વર્ષે દીક્ષા ? સ્વયંભૂરમણરૂપી મોહનો સાગર તરવાનો છે અહીં થાય તેટલું સામર્થ્ય ભેગું કરે તો યોગ્ય કાળે જ્યાં હોઈશ ત્યાં કામ લાગશે ! પ્રાયે મનુષ્ય એવો ધર્મ ઈચ્છતો નથી જે ધર્મ આત્માનો રાગાદિ રહિત સ્વભાવ છે. મનુષ્ય ઈચ્છે છે ધર્મનું ફળ અને તે પણ ભૌતિક સુખની પ્રાપ્તિ. જ્યાં સ્વભાવની સ્થિતિ માટે ધર્મ કરવામાં આવે છે ત્યાં દીનતા, દરિદ્રતા, દુઃખ, વ્યાધિ કે ઉપાધિ હોતા નથી. મનુષ્ય આ ધર્મથી અજ્ઞાત છે. જે સ્વભાવ માટે જીવે છે મરે છે ચાલે છે, જ કરે છે તે સ્વમાં કેવી રીતે દુઃખી હોઈ શકે ? કોઈ બાહ્ય નજરે કદાચ દુ:ખી દેખાય પણ તે તો સદાય પ્રસન્ન છે. તે દૃષ્ટિ સ્વના અંતરદર્શનમાં રહેલી છે જ્યાં દુઃખ વગરનું સ્વાધીન સુખ છે. બધું ૨૧૮

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236