Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 236
________________ પૂ. શ્રી બહેન આપનું ઋણ અમે કેવી રીતે ચુકવીએ? અમેરીકાના એક ખૂણાના નાના શહેરમાં વસતા કે જ્યાં જૈનનું બીજું કુંટુંબ જ ન હતું. પરંતુ માતા-પિતાએ આપેલા સંસ્કાર હતા. તે કોઈ સત્સંગ સહયોગ વગર દોડાદોડીના જીવનમાં કેટલા ટકે? ત્યાં દેવગુરુની કૃપાએ ૧૯૯૧માં આપ ઓરલાન્ડો પધાર્યા. મિત્ર દીપકભાઈએ ખબર આપ્યા અમે 250 માઈલ દૂર પરંતુ અંતરમાં સત્સંગની જિજ્ઞાસા હતી. એટલે આપના સત્સંગ-સમાગમ માટે મિત્રને ત્યાં પહોંચી ગયા. E પ્રથમ પરિયે આપના પ્રત્યે આદરભાવ જભ્યો અને લાગ્યું કે, આપ અમારા માર્ગદર્શક બનીને અમારી જીવન યાત્રાને સફળ બનાવશો. પછી તો લગભગ બારેક જેવા વર્ષ આપના સત્સંગનો લાભ મળતો રહ્યો. દર્શનાએ તે દરમ્યાન માસક્ષમણ અને અન્ય તપની આરાધના સુંદર રીતે કરી. હું તેને સહકાર આપતો રહ્યો. તેમાં આપની પ્રેરણા, પચ્ચખ્ખાણનો યોગ બળ આપતા રહ્યા. વળી ધર્મજીવનને વિકસાવવાની પ્રેરણાથી અમે અમદાવાદ, નિવાસ કર્યો. આ સર્વ આત્મવિકાસમાં આપની પ્રેરણા અને વાહ્ય માટે અમે ઉપકૃત છીએ. તે ભાવના વ્યક્ત કરવા પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં આપનો સહયોગ મળ્યો તે માટે પ્રસન્નતા અનુભવીએ છીએ. લી. દર્શના દીલીપભાઈ શાહના સાદર વંદન.

Loading...

Page Navigation
1 ... 234 235 236