Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 231
________________ આખરે યોગ નિરોધ કરી જીવ મુક્ત થઈ જાય છે. જેનું મન શાંત નથી જેને આત્મશાંતિ નથી તેને અપમાનાદિ પીડા આવે છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષની ક્ષીણતા હોય તેટલા પ્રમાણમાં માનસિક આનંદ પણ પરિપૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. સાધકે પૂર્ણતાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે માટે નીચેના ઉપાયો યોજવા જોઈએ. (૧) માનસિક આવેગોનું નિરાકરણ. (૨) કાર્યોત્સર્ગનો અભ્યાસ. (૩) વિષયોની વિસ્મૃતિ કે વિરક્તિ. (૪) સંયોગ વિયોગમાં સંતુલન. (૫) સંકલ્પ વિકલ્પથી મુક્ત. (૬) અજ્ઞાનથી જાગૃત્તિ. (૭) હિંસાદિ પાપ પ્રવૃત્તિનો ત્યાગ. (૮) ભોગોથી વિરક્તિ. (૯) રાગાદિ ભાવથી મુક્ત. (૧૦) આત્મ સન્મુખતા-અર્પણતા આત્માભાવમાં લીનતા. અંતમાં બાધક થતા બધા નિમિત્તોનો ત્યાગ કરે, ઉચ્ચસાધક શક્ય તેટલું એકાંત અને મૌન રાખે, આખરે તમારામાં કંઈ બળ નથી, ચાલો સરળ ઉપાય કરો તે છે પ્રભુભક્તિ. તેમના શરણમાં ઝૂકાવી દો. પ્રભુ ભક્તિ : પ્રભુ આપ સર્વજ્ઞ છો, સ્થિરાત્મા છો ધૈર્યવાન છો, અભય છો, રાગ દ્વેષની ગ્રંથિથી રહિત છો. સંસારનો અંત કરનારા છો. આપ દિવ્યચક્ષુવાળા છો, જ્ઞાની છો, દુઃખીજનો માટે વિસામારૂપ છો, આપ અશરણના શરણ છો, સંસારને પાર કરનારા માટે નૌકા છે. પ્રાણધારીઓના પ્રાણ છો. સ્વયં સંબુધ્ધ છે. આપે જ્ઞાન ચક્ષુ વડે સમસ્ત સંસારને જાગૃત કર્યો છે. અમને જાગત કરો. લોગસ્સ ઉજોઅગરે. ૨૨૮

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236