Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 216
________________ વિવેકથી કરે તો ધર્મના વિકાસની શક્યતા છે. અજ્ઞાનપૂર્વક કરેલું બધું વ્યર્થ છે. ધર્મ આત્મસ્વભાવના પ્રકટિકરણનું માધ્યમ છે. શરીર, મન, ઈદ્રીયો આત્માના વિપરીત માધ્યમો છે. કોઈ પણ સાધક ધર્મ યાત્રા કરે ત્યારે તે શરીર બાહ્ય સાધન છે તે સંયમથી સહાયક બને છે. સામાન્ય જનને લાગે કે આત્માનો આનંદ મેળવવા દુઃખ-કષ્ટમય યાત્રા શા માટે ? ધર્મયાગ-સત્યની પ્રાપ્તિ વિષયાભિમુખતાથી થતી નથી. શરીરાદિથી સુખ પ્રાપ્ત થતા હોય તો આજ સુધી થઈ ગયા હોત. પરંતુ તે સર્વે બાહ્ય સુખ સામગ્રી સુધી જ પહોંચ્યા પછી તે સર્વે નષ્ટ થાય છે. સત્ય માટે તો આત્માભિમુખ થવું જ જરૂરી છે. ધર્મ યાત્રામાં શરીરને કષ્ટ આપવાનો સવાલ નથી. ગૃહસ્થો અર્થોપર્જનમાં ઘણું કષ્ટ વેઠે છે. તેનાથી થોડું આ માર્ગે કષ્ટ વેઠે તો માર્ગથી મંજિલ સુધી પહોંચી જાય. ધર્મયાત્રા માટે જે કંઈ કરવામાં આવે છે અજ્ઞાનને અણસમજને દૂર કરવા માટે છે તે માટે અહિંસા ધર્મ છે. તેમાં સમ્યવિવેક તે તપ છે. જે અજ્ઞાનમય ક્રિયા નથી તેમાં ચિત્તક્ષોભ પામતું નથી. વિચાર ક્લેશપૂર્ણ ન થાય. આર્તધ્યાન ન થાય. વ્યક્તિ યથાશક્તિ આ માર્ગમાં આરાધના કરી શકે છે. તેનાં પ્રથમ વિવેક છે. સમતુલા છે. ત્યાં ધર્મના વિકાસની શકયતા છે. જે ચેતના વિષયોમાં આસક્ત છે. તે હિંસા તરફ દોડે છે. (ભોગના સાધનોમાં હિંસા થતી હોય છે.) તેથી સાધક તે ચેતનાને આત્મા તરફ વાળીને તેને અહિંસામાં પ્રતિષ્ઠિત કરે છે. મુમુક્ષુ સાધકે અહિંસાની સાધનામાં કથંચિત દુઃખ પ્રાપ્ત થાય તો તે સહન કરવું જોઈએ. જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી ચિત્ત ચંચળ રહેશે, તે ચંચળતામાં સંસ્કારવશ જીવને અનુકૂળતામાં ઈન્દ્રિયોના વિષયો સારા લાગે છે તેનો પરિત્યાગ સારો લાગતો નથી. દેહાદિ અધર્મનું કે ધર્મનું પણ મૂળ નથી. સાધક દ્વારા તેનો કેવો ઉપયોગ થાય છે, તે રીતે તે ધર્મ કે અધર્મનું મૂળ બને છે. દેહના નિભાવને યોગ્ય શક્તિ મળ્યા પછી વધેલી શક્તિ વિકારો પેદા ન કરે તે માટે પ્રસન્નતા ટકે રીતે તપ કરતા કાયા કૃશ થાય તો ૨૧૩

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236