________________
રહેવાનું કોઈ કારણ નથી. તેથી નિર્વાણ થઈ જાય છે.
જીવો પ્રવૃતિમય રહે છે તેમને માટે શુભાશુભ પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રહે છે. તે બંનેના મૂલોચ્છેદ વગર મુક્તિ થતી નથી.
આ રીતે કર્મોના ક્ષીણ થવાની પ્રક્રિયા છે સૌ પ્રથમ અસત્ પ્રવૃત્તિ (હિંસાદિ)ના પ્રવાહને રોકવામાં આવે. અર્થાત્ અશુભ ક્રિયા પ્રત્યેનું વલણ ફેરવી શુભ પ્રવૃત્તિ સાથે જોડાય. તેથી શુભ પુદ્ગલોનું સર્જન અને અશુભોનું નિર્જરણ થશે. હવે જો શુભ પ્રવૃત્તિ ફલાંક્ષા કે વાસના રહિત હોય છે તો ક્રમે ક્રમે તેનાથી નિવૃત્ત થઈ જાય છે. અંતે પૂર્ણ નિવૃત્તિની સ્થિતિ પેદા થાય છે. અર્થાત શુધ્ધભાવ પ્રગટે છે.
અશુભ છોડીને જે શુભમાં પ્રવત્ત થાય છે તેનું ધ્યેય મુક્ત થવાનું છે. તે પહેલા જે શરીરાપેક્ષ ક્રિયા કરે છે તે પાપ રહિત એટલે જયણાજાગૃતિપૂર્વક કરે છે. અર્થાત્ સ્વયંનું સતત સ્મરણ રહે. ઉજાગર અપ્રમાદ રહે તેથી પ્રમાદથી થતા દોષો સ્વયં શાંત થઈ જશે. સાવધાની સાધતા ક્ષેત્રનું પ્રથમ પગથીયું છે.
સંસાર અને મોક્ષ બે તત્ત્વો છે. સંસારને દૈહિક સુખનું આકર્ષણ છે મોક્ષને આત્મ સુખ આવકાર્ય છે. આત્મિક સુખમાં જે પ્રવૃત્ત થાય છે તેનું શરીર કે તેના સુખનો મોહ નથી હોતો. શરીરનો નિર્વાહ કરે આસક્ત ન હોય. શરીર મોક્ષની સાધના માટે છે તેમ શ્રધ્ધા કરવાથી બધી ક્રિયાઓ મોક્ષને ઉચિત થાય છે.
જૈનદર્શન દુઃખમુક્તિનું દર્શન છે. જૈન મુનીઓ સમસ્ત સંસારને દુઃખમય માને છે. બધા જ સંયોગ વિયોગ દુઃખની પરંપરાવાળા છે. જન્મ, મરણ, ઘડપણ, રાગ, બધું જ દુઃખમય છે.
પાંડિત્ય અને સમ્યગુજ્ઞાન વચ્ચે મોટું અંતર છે. પંડિત બનવા માટે વિશ્વ પાસે ઘણું સાહિત્ય છે. તે સર્વ ઉધાર છે. પોતાનું નથી અને પ્રકારના આધુનિક સાધનો છે. વૈજ્ઞાનિકો કહે છે મનુષ્યના મસ્તકમાં દૂનિયાના બધાજ પુસ્તકાલયોનું જ્ઞાન સમાય તેવું છે. આટલી ક્ષમતા છતાં મનુષ્ય પોતાને જ્ઞાન વડે જાણી શકતો નથી. જ્ઞાનની પ્રક્રિયા શિક્ષણથી ભિન્ન છે જ્ઞાન સ્વને જાણે વિદ્વાન અન્યને જાણે. જ્ઞાન સાથે આચરણ હોય વિદ્વાન પાસે વિક્રિયા છે.
૨૧ ૧