________________
જ્ઞાન વડે જીવ હેય ઉપાદેયને જાણે છે દર્શન વડે વિવેક જાગૃત થાય. ત્યારે સત્વની દિશામાં આચરણમાં આગળ વધે છે. હેય છૂટી જાય છે (ચારિત્ર) ઉપાદેય ગ્રહણ થાય છે. તેથી આવનાર કર્મો રોકાય છે. પછી તપ દ્વારા ક્ષીણ થાય છે આમ જ્ઞાન દર્શન ચારિત્રમાં તપથી મોક્ષ સધાય છે.
લોકો ધર્મની વાતો સાંભળે છે, તે વ્યર્થ છે, બોલે છે, લખે છે, ધર્મ માટે લડે છે, મરે છે, હા પણ ધર્મને માટે જીવતા નથી. જો જીવનમાં ધર્મથી સમત્વ આવે તો લડવાની કે મરવાની જરૂર રહેતી નથી. ધર્મગ્રંથો બોલતા નથી તેમાં જ્ઞાની-અનુભવીજનોના ચેતના જગતનું ગુંજન છે. તેનો સાર ચેતના જગતમાં પ્રવેશ પામીને ને પ્રાપ્ત થાય. એ ધર્મ અનુભૂતિ બનવાને બદલે બૌધ્ધિક બને છે ત્યારે તે શુધ્ધ ધર્મ હોતો નથી. ઉપદેષ્ટાએ માત્ર ઉપદેશ આપવાનો નથી તે તત્ત્વને જીવવાનું છે.
પૂર્વબધ્ધ સંસ્કારોથી આત્માનો મૂળ ધ્વનિ દબાઈ જાય છે અને મન સક્રિય થઈ જાય છે જે અસમાધિ છે. ઉપદેષ્ટા આત્મગુપ્ત હોય છે. રાગદ્વેષથી યુક્ત વક્તા શુધ્ધધર્મનું નિરૂપણ ન કરે. સંસારી રાગવાળા લોક વ્યવહારથી ઉપદેષ્ટા છે. સાચા ઉપદેષ્ટા માધ્યસ્થ ભાવે હોય છે. તટસ્થ હોય તેની દૃષ્ટિ સત્ય તરફ હોય છે.
જયારે બાહ્ય ક્રિયાઓની ચમકદમક વધી જાય છે. ત્યારે ધર્મની મૌલિકતા ગૌણ થઈ જાય છે. અને લોકોને તે પ્રત્યે અનુત્સાહ આવે છે. તેથી બાહ્યક્રિયાઓનું મહત્વ વધી જાય આથી ધર્મનું મૂળ રહસ્ય છૂટી જાય છે. શુધ્ધ ધર્મની સુરક્ષા મહત્વની છે. તેમાં પ્રાણિ માત્રનું હિત છે. રત્નત્રયી જેટલી સશક્ત તેટલો ધર્મ સશક્ત, તે ધર્મ રત્નત્રયીથી બહાર નથી.
લોકો અર્થોર્પાર્જન માટે કેટલા કષ્ટ વેઠે છે ભૂખ તરસ ઠંડી ગરમી મૃત્યુ સુધીની પીડા સહી લે છે. તેનાથી અડધા કષ્ટથી અંતરયાત્રા કરે તો પણ સહેલાઈથી પહોંચી શકાય છે. ધર્મમાં શરીરને સતાવવાનું કંઈ પ્રયોજન નથી. આવરણ દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. તપને સામાન્ય જન પીડા માને છે. વ્યક્તિ પોતાની શક્તિનું તોલ કરીને
૨૧૨