Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 210
________________ છે અને કર્તવ્યતાનો અધ્યવસાય તે ક્રિયા છે. ટીવીમાં ખરાબ સમાચાર આવે આપણે ટીવી તોડી નાંખતા નથી. કે એના પર ક્રોધ કરતા નથી કારણકે તે બનાવનો કર્તા નથી. તેમ આપણને પ્રતિકૂળતા કરનાર નિમિત્ત માત્ર છે. ધોવાઈ ગયેલી માટીમા કે સૂકાઈ ગયેલી માટીમાં અનાજ ન પાકે. ઉકરડાના કચરામાં અનાજ ન પાકે તેમ આત્માની ગુણરહિત અવસ્થામાં કે કષાયથી સૂકાઈ ગયેલી અવસ્થામાં ધર્મબીજ ન પાકે. આહારમાં ઘણું નિરર્થક હોય છે. જેમકે શાકના છોતરા વિગેરે. અનાજમાં કાંકરો વિગેરે હોવા છતાં તેને બાજુ પર રાખી આપણે જરૂરી ઉપયોગ કરીએ છીએ. તેમ વિષયો અને કષાયો પૂર્વકર્મ ઉદય જનિત આવે છે તેને બાજુ પર રાખી અંતર આત્માના શુદ્ધ ભાવનો ઉપયોગ કરી લેવો. નિર્વિચારમાં કષાયોની મંદતાનું સંવેદન ને મનની શાંતિ છે. નિર્વિકલ્પમાં કષાયોનો અભાવ તે આત્મશાંતિ. આત્મા પ્રગટ લક્ષણવાળો છે પોતામાં રહીને પોતાને જાણે. પોતામાં રહીને રાગ આવ્યો તેને ભિન્ન જાણે. પત્થરને સોનું ભેગા હોય ત્યારે પત્થર ચમકતો નથી સોનું ચમકે છે. તેમ આત્માનું જ્ઞાન પ્રકાશે છે રાગ પ્રકાશતો નથી. ફકીર એક હવેલી પાસેથી નીકળ્યા અને અંદર પ્રવેશ કરવા ગયા. ચોકીદારે રોક્યા. ફકીર કહે ભાઈ મારે આ ધર્મશાળામાં જવું છે. અરે આતો હવેલી છે. શેઠે આ અવાજ સાંભળ્યો. તેમણે કહ્યું કે ફકીરજી આ હવેલી છે. ધર્મશાળા નથી. ફકીર કહે છે કે અહીં દસ વરસ પહેલા બીજુ કોઈ હતું, તે તારા માતા-પિતા હતા. તે ગુજરી ગયા. હવેલી તેમની હતી તે મૂકી ગયા. તેથી આ ધર્મ શાળા છે તેમ કહું છું. અને તમે પણ મૂકીને જશો. શેઠ બોધ પામ્યા. અનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. અંતરના સ્વભાવની એકતાને અવલંબતા સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રના અંશ ઉત્પન્ન થાય છે. સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ છે. ૨૦૭

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236