________________
સંસાર શેર બજાર જેવો છે ઉતર ચઢ થાય ચક્રવર્તી નરકે જાય. તિર્યંચ દેવ થાય નારકી મારીને તિર્થંકર થાય.
લીંગ એટલે વેષ અને ધર્મ એટલે શુધ્ધ પરિણામ.
દુનિયાની કોઈ ચીજ આંખે ચડે નહિ, હૈયે અડે નહિ અને સાધનામાં નડે નહિ તે અધ્યાત્મ.
એકના એક ભોજન, પૈસા, સ્ત્રીઆદિમાં કંટાળો ન આવે એકના એક નવકાર ગણવામાં કંટાળો આવે ? તેને સાચા સુખની ખબર નથી. આપણને જે ન ગમે તે બીજા માટે ન કરીએ તે ઔચિત્ય.
ભયંકર ગરમીમાં પણ ઝાડના પાન લીલા છમ રહે છે કારણકે ધરતીમાંથી મૂળિયા જળપાન કરે છે.
તેમ આગ જેવા રાગરૂપી સંસારમાં જીવ જો સત્સંગનું જળ ધારણ કરે તો સંસારની આગથી બચી શકે.
દોષો અને તેના સહાયક કાર્યોને આશ્રવ કહેવાય અને ગુણોના સહાયક કાર્યોને સંવર કહેવાય.
ભૌતિક ચીજો પર રાગ થાય, જેનું સાનિધ્ય ગમે, જેનો સંપર્ક ગમે જેની માલિકી ગમે જેના સ્મરણાદિમાં હૂંફ લાગે તે મમત્વ.
અણગમતી ચીજો ન ગમવા છતાં સ્વીકાર કરવો સહેલો છે. પણ મળેલી સારી વસ્તુ છોડવી કઠણ છે.
રાગને મંદ પાડવાના-છોડવાના પ્રયત્નને તેની વિચારધારાનેભાવનાને વૈરાગ્ય કહેવાય છે.
ઘરમાં રહેવું ઠીક છે પણ ઘર મનમાં ઘૂસી જાય તેનો વાંધો છે. મોક્ષના અધિકારી સાધુ છે. ચારિત્રવિણ નહિ મુક્તિ. મોક્ષ માટે ધર્મ કરું છું તેમ સાધુ બોલે, શ્રાવક બોલે સાધુ થવા ધર્મ કરું છું.
પાપ આત્મગુણઘાત કરે પુણ્ય પણ આત્મ ગુણનો ઘાત કરે (સુખબુદ્ધિ) પાપ પણ બાળે પુણ્ય પણ બાળે પાપ બાવળના લાકડાનો અગ્નિ છે પુણ્ય સુખડના લાકડાનો અગ્નિ છે.
દાળમાં મીઠું વધારે પડે તો દાળ બગડી કે મીઠું બગડયું?
ક્રિયા ફળને સાધી ન આપે તો તે નકામી ગણાય છે. તેમ જ્ઞાન પ્રયોજનને સિદ્ધ ન કરે તો તે નિરર્થક છે. કર્તવ્યતાનું જ્ઞાન એ જ્ઞાન
૨૦૬