________________
સાધક માટે આરાધના છે. મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે.
પ્રથમ સામાયિકની ફલશ્રુતિ ઉપયોગની વિશુદ્ધિ છે. ઉપયોગ વિશુદ્ધતર થતો જાય છે. આમ ઉપયોગ અને સામાયિક અન્યોન્ય સહાયક છે. સમતાથી ઉપયોગ વિશુધ્ધિ પામે છે, અને વિશુદ્ધ ઉપયોગ વડે સામાયિક શુદ્ધ બને છે. ત્યાર પછી ધ્યાનાવસ્થામાં આરાધક આરૂઢ થાય છે.
સમસ્ત પ્રકારની આંતરિક વિકલ્પો-વૃત્તિઓ શાંત થઈ જાય ત્યારે સમત્વભાવ પેદા થાય છે, તે અવસ્થામાં આત્માઅનુભુતિ સંભવ છે. બાહ્ય પદાર્થોની જેમ તે ચક્ષુગોચર નથી.
સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન, તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયન ભવમુક્તિનો સાચો ઉપાય જાણીને તેનું એકાંતે સેવન કરનાર આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરે છે. વળી જ્યારે શાસ્ત્રોકત વચનોના સંસ્કારનો સાક્ષાત થાય છે ત્યારે સાધક પોતાના સામાÁ વડે આત્માનુભૂતિ કરી શકે છે. વ્યવહારનયે પ્રથમ શુભ ધ્યાનનો સતત અભ્યાસ છે. ઉદાસીન વૃત્તિ થવાથી આત્મજ્ઞાન થાય છે, જે અનુભવ જ્ઞાન છે. પરિણામે આત્મરમણતા નિશ્ચય દ્રષ્ટિ છે.
સ્વરૂપ વિષે શું કહેવું? જે પદ / જે સ્વરૂપ કહેવા જ્ઞાનીઓ પણ ભાષા દ્વારા મર્યાદિતપણે કહી શક્યા છે. તેને માટે સામાન્ય માનવ શું કહી શકે? એ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય અને અપાર મહિમાવંત છે. એ પરમાત્મ સ્વરૂપ બહાર નથી પરંતુ તારા આ દેહદેવળમાં રહેલા ચૈતન્યમાં જ છુપાયેલું છે. તે સમાધિ ભાવથી અનુભવમાં આવે છે. સમાધિભાવ કે સામાયિક પર્યાયવાચી ભાવ છે. સામાયિક વડે અંતરના વિદનો નાશ પામે છે.
“આતમ અનુભવ ધ્યાન કી જો કોઈ પૂછે વાત, સો ગંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ ?'
૧૨૧