________________
માનવભવની સાર્થકતા છે.
જીવ માત્ર જીવનનું બહુમાન એ સામાયિક ધર્મનો પાયો છે.
કોઈપણ જીવને સહેજ પણ દૂભવતાની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે.
વીજળીના આંચકા કરતાં પણ વધુ જલદ આ આંચકો પ્રતીત થાય, તો માનવું કે સર્વ જીવો આત્મા સમાન હોવાનું સત્ય સ્પર્યું છે, સામાયિકમાં રહેલા ભવ્યાત્માને આ હકીકત એકને એક બે જેવી સ્પષ્ટ લાગે છે, લાગવી જોઈએ.
સમતાની પ્રાપ્તિ માટે ત્રણ વસ્તુનો વિચાર કરવા યોગ્ય છે : (૧) જીવનો પારિણામિક ભાવ સહજ સ્વરૂપ (ર) જગતનો ઔદયિક ભાવ : કર્મ (૩) ઈશ્વરનો ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવ : આ ત્રણ વસ્તુના વિચારમાં મન લગાડવું જોઈએ.
પૂ. પંન્યાસજીના સુભાષિત “આત્મામાં વિશ્વ વ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેના સગપણ દૂર થઈ સર્વ જીવો સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વરક્ષણવૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે.
પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને આત્મા સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને તોડી શક્તો નથી. અપૂર્વ વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા થાય છે. અહીંથી ધર્મનો આરંભ થાય છે. એકના ધર્મથી સર્વને લાભ થાય છે. આવો લાભ આપવાનું અચિંત્ય સામર્થ્ય જેનામાં છે તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે.”
૧૯0