________________
પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણજી કહે છે કે “તત્ત્વ ગ્રહણ કરો, સૌને વહેંચો, અને પુનઃ મેળવતા રહેજો.”
પારિવારિક સંબંધોના ભાવથી લખાયેલું કશું વધારે નહિ લાગે એવો વિશ્વાસ છે. આનંદ છે.
દેવગુરુ અસીમ કૃપા હોય ત્યારે આમ સામાયિક જીવનનું એક અંગ બને છે. સામાયિકનું અનુષ્ઠાન યોગ બને છે. અર્થાત સામાયિકમાં થતા જાપ સ્વાધ્યાય, ધ્યાન, અંતરને સ્પર્શવાનું બળ આપે છે. તે સમયની શુદ્ધ અંતરંગ અવસ્થા ક્યારેક સાધકને વીજળીની જેમ ઝબકાર આપી જાય છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એની મોજ માણે છે. અને મસ્તક પ્રભુની કૃપા પ્રત્યે ઝૂકી જાય છે.
સામાયિક અનુષ્ઠાન વગરનો સમય પણ સામાયિક યોગરૂપે વણાઈ ગયો છે. હજી જીવમાં ઘણા દોષો, કષાય વિષયના સંસ્કારો ચારિત્ર મોહનીયની ચેષ્ટાઓ તો છે જે શુભ ધ્યાનની વિકાસની દશાને ખંડખંડ કરે છે પરંતુ શ્રદ્ધાબળ અને બોધ ટકી જાય છે, એ સામાયિકનો અપૂર્વ મહિમા છે. - સાધક અવસ્થામાં પાપા પગલી માંડતા આ સામાયિકના અનુષ્ઠાનની અપૂર્વતા જ્ઞાનીજનોએ યથાખ્યાતચારિત્રનો અંતિમ આદર્શ આપીને ક્ષાયિક, શાશ્વત સામાયિકનું બોધ દ્વારા પ્રદાન કર્યું છે.
અવતાર માનવીનો નહિ મળે. (સામાયિકક્યોગ) ચૂકી ગયા પછી ફરીને નહિ મળે. અરે દેવલોકમાંય ના મળે આ સામાયિક યોગ.
અહીંયાં મળ્યું છે તો માણી લો જાણી લો. મને તમને સૌને આપણને જીવમાત્રને આવા સામાયિકોગ વડે સમતાનું અપૂર્વ અને પૂર્ણ સુખ પ્રાપ્ત થાઓ તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે વિરમું છું. અધિકું ઓછું જણાય તો પ્રેમથી નિભાવજો. આ સર્વે આપણું જ છે. પછી વિકલ્પ શો ? માટે આરાધો, ખૂબ આદરથી આરાધો.
ભવાંતનો ઉપાય સામાયિક યોગ ઈતિશીવમ્ - બહેન
૧૯૯