________________
મંઝિલ બાકી છે. “પણ ભય નહિ મુજ હાથોહાથ તારે તે છે સાથે રે, મનમોહન સ્વામી શ્રી અરનાથ ભવજલનો તારુ”
પૂ. પન્યાસજીએ પ્રકાશ્ય છે. કે “તમે શુભભાવનાથી ભરપૂર છો તો વિશ્વની સૌ અનુકૂળતા તમારા ચરણ ચૂમતી આવશે. કોઈ અશુભ કર્મનો યોગ આવે વિકલ્પ ઊઠશે પણ વિચલિત થવા નહિ દે.” આમ સામાયિક યોગના પ્રભાવે જીવન ધન્ય બની ગયું.
વરસી તપ ઉપવાસના અનુષ્ઠાનથી થાય તે ઉત્તમ છે, પરંતુ વર્ધમાન સામાયિકની જેમ સ્વાધ્યાય વરસી તપ. રોજે બેથી ત્રણ પાનાંનું શાસ્ત્રવાચન કરવું. અને વરસે દહાડે સૌ કહેતા આવે પાંચસો/સાતસો પાનાના ગ્રંથનું વાંચન થયું. આમ સર્વમાં સર્વત્ર એક પ્રસન્નતા પ્રસરી જાય છે. સત્સંગી-ધર્મપ્રેમી આ દેશ કે પરદેશમાં સામાયિકના અનુષ્ઠાને સૌમાં શુભ ભાવનાની સળંગ સૂત્રતા કરી આપી. આ માધ્યમથી એક વિશાળ, નિસ્વાર્થ, પરોપકાર વૃત્તિ પોષક, પરિવારનું સર્જન થયું. નિર્દોષ પ્રેમના એક ધાગામાં સૌ મણકાની જેમ પરોવાઈ ગયા. આવા સહયોગથી સામાયિકયોગ પણ વૃદ્ધિ પામતો ગયો, સૌને માટે સામાયિક જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયું છે.
આમ સહજભાવે અંતરભાવ લખાઈ ગયા તેમાં પણ મારા આ નિર્દોષ પ્રેમયુક્ત સત્સંગી પરિવારની પ્રેરણા છે. તેમની સાથેના હૃદયની ઐક્યતાએ સ્વાધ્યાય - સત્સંગમાં અનુભવથી રસેલા પ્રસંગો સૌ આદરપૂર્વક સાંભળે છે. પ્રેરણા મેળવે છે. સૌની સાથેની નિકટતાનું આ એક માધ્યમ પણ છે.
દ્રવ્યરૂપ ધન આપી દેતાં ઉત્કૃષ્ટ ઉદારતા પ્રગટે કે ન પ્રગટે, પણ અધ્યાત્મમાર્ગ એવો છે કે લૂંટાવો અને વૃદ્ધિ પામે. જે લે તે સૌ આનંદ પામે, પ્રેમના ધાગે બંધાય. સૌ નિકટ હો કે દૂર હો, વૈચારિક, માનસિક અને ભાવાત્મક રીતે પણ આ સંબંધ સૌને સમાધાન પોષક સહાયક બને છે. આ માર્ગમાં આપણે એકલા નથી. કેટલા બધા આપણી સાથે છે?
૧૯૮