________________
ગયેલો જીવ આ જગતને ભેદરૂપે જોતો નથી સર્વાત્મામાં સમદષ્ટિ
નારદજી ધરતી પર પોતાનું સ્થાન કેટલું મોટું છે તે જોવા નીકળ્યા. કોઈ મંદિરમાં તેમની મૂર્તિ જ ન હતી. અભિમાન છૂટી ગયું.
નદી ઉંચા પર્વતના શિખરેથી ઉતરી પોતાનું સર્વસ્વ લૂંટાવતી ધરતીને પ્રદાન કરતી સમુદ્રમાં મળે છે. તેમ મનુષ્ય પણ લેવા નહિ દેવા જમ્યો છે.
સ્વેચ્છાએ કષ્ટ વેઠીએ ત્યારે મધુર લાગે છે દુકાનદારને રૂપિયો આપી ૭૫ પૈસાની વસ્તુ લેવાની વૃત્તિવાળો અને દુકાનદાર રૂપિયાની ચીજ આપી ૭૫ પૈસા લેવા ઈચ્છે. આવું કરનાર મૂઠી ઉચેરા માનવીઓ આ ધરતી પર થઈ ગયા વિનાબાજી, ગાંધીજી, રવિશંકરદાદા જેવા માનવીઓ લીધુ ઓછું આપ્યું ઘણું.
એક વન છે જેમાં જ્યાં ત્યાં ઝાડપાન ઉગ્યા હોય છે, ઝાંડી ઝાંખરા પણ હોય છે.
એક ઉપવન છે જેમાં ઝાડપાન વ્યવસ્થિત હોય છે, ઝાડી ઝાંખરા જેવો કચરો નથી.
એક તપોવન છે, જેમાં સાધક કષ્ટ વેઠીને પણ અન્યને સુખ પહોંચાડે છે.
જીવનના ઘણા ક્ષેત્રો એવા છે કે જીવનમાં સફળતા મળે, પણ માનવજીવનની ઉત્કૃષ્ટતા એ છે કે જીવન સાર્થકતા પામે.
ક્રોધ અહંકારથી ઉત્પન્ન થાય છે. મૂર્ખતાથી વધે છે. પસ્તાવાથી સમાપ્ત થાય છે. ક્રોધથી શારીરીક માનસિક આત્મિક દરેક પ્રકારની દુર્ગતિ થાય. વિવેકનો અંકુશ રામબાણ ઉપાય છે.
મનને બહારના જગતના સંપર્કથી મહદ્ અંશે દુઃખ અને કંઈક સુખ મળે છે.
મન જ્યારે શરીરમાં રહેલા આત્મા સાથે જોડાય ત્યાં દુઃખ સુખ નથી ફકત આનંદ જ છે.
દેહ રથ છે, ઈન્દ્રિયો ઘોડા છે. મન લગામ છે. જેથી બુદ્ધિ સંયમમાં રહે છે. મન પર કાબુ આવે તો કાર્ય સરળ છે. બુદ્ધિ સાત્વિક
૨૦૩